Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > PBKS vs KKR: મૅચ મારે ફિનિશ કરવી હતી, પણ રિન્કુની ફટકાબાજીથી હું વધુ રોમાંચિત થયો : રસેલ

PBKS vs KKR: મૅચ મારે ફિનિશ કરવી હતી, પણ રિન્કુની ફટકાબાજીથી હું વધુ રોમાંચિત થયો : રસેલ

10 May, 2023 11:17 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન નીતીશ રાણાના ૫૧ રન બાદ રિન્કુ-રસેલ વચ્ચે ૫૪ રનની વિનિંગ ભાગીદારી

મૅન ઑફ ઈડન : રિન્કુ સિંહે ડેન્જરસ બોલર અર્શદીપ સિંહના લાસ્ટ બૉલમાં વિનિંગ ફોર ફટકારી દીધી હતી.

IPL 2023

મૅન ઑફ ઈડન : રિન્કુ સિંહે ડેન્જરસ બોલર અર્શદીપ સિંહના લાસ્ટ બૉલમાં વિનિંગ ફોર ફટકારી દીધી હતી.


ઈડન ગાર્ડન્સમાં સોમવારે પંજાબ કિંગ્સે આપેલા ૧૮૦ રનના લક્ષ્યાંકનો પડકાર ઝીલનાર યજમાન કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે ડેથ ઓવરના સ્પેશ્યલિસ્ટ અર્શદીપ સિંહની ૨૦મી ઓવરમાં જીતવા માટે માત્ર ૬ રન બનાવવાના હતા અને તેમની પાસે બે હાર્ડ હિટર્સ હતા એટલે કલકત્તાની જીત નિશ્ચિત જણાતી હતી. એ ધારણા સાચી પડી, પણ બેમાંથી એક પિંચ-હિટરે (આન્દ્રે રસેલે) એ ઓવરમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી એટલે કલકત્તાને જિતાડવાની જવાબદારી તેના સાથી બૅટરે (રિન્કુ સિંહે) ઉપાડી લીધી અને કલકત્તાએ છેવટે અંતિમ બૉલમાં જીત હાંસલ કરી લીધી હતી.

પહેલા ૪ બૉલમાં ૪ રન બન્યા, પણ પાંચમા બૉલે રસેલ ખચકાટ સાથે ધીમું દોડવાને કારણે રનઆઉટ થયો અને કલકત્તા માટે વિનિંગ બે રન બનાવવાની જવાબદારી રિન્કુ પર આવી ગઈ હતી. તેણે અર્શદીપ ‌સિંહના છઠ્ઠા બૉલને ડીપ ફાઇન લેગ અને ડીપ બૅકવર્ડ સ્ક્વેર લેગ વચ્ચેના ગૅપમાંથી વન બાઉન્સમાં બાઉન્ડરી લાઇન પર મોકલી આપ્યો હતો.



ઑલરાઉન્ડર રસેલ (૪૨ રન, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ને વિજયને સંભવ બનાવવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેની અને રિન્કુ સિંહ (૨૧ અણનમ, ૧૦ બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી થઈ હતી. રસેલે મૅચ પછી કહ્યું કે ‘રિન્કુના નીડર બનીને બૅટિંગ કરવાના અભિગમથી બધું પ્રેશર દૂર થઈ ગયું હતું.’


મૅન ઑફ ધ મૅચ : આન્દ્રે રસેલે સૅમ કરૅનની ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને બાજી પલટી નાખી હતી.


સૅમની ઓવરમાં રસેલના ૩ છગ્ગા

રસેલે ૧૯મી ઓવરમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે સૅમ કરૅનની એ ઓવરમાં ૧૯ રન (૬,૬,૦,૬,૧) ફટકાર્યા હતા અને એ ઓવરમાં કુલ ૨૦ રન થયા હતા. એ ઓવર કલકત્તા માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. ત્યાર બાદ ૨૦મી ઓવરમાં રિન્કુના વિનિંગ શૉટ સાથે કલકત્તાએ ૧૮૨/૫ના સ્કોર સાથે પાંચ વિકેટના તફાવતથી વિજય નોંધાવ્યો હતો.

‌રિન્કુને રસેલની કઈ સલાહ?

રસેલે મૅચ પછી એવું પણ કહ્યું કે ‘મારે મૅચ ફિનિશ કરવી હતી, પણ આ વર્ષે તો અમારી ટીમમાં રિન્કુના રૂપમાં વધુ એક ફિનિશર પણ છે. તેને ફટકાબાજી કરતો જોઈને હું રો‌માંચિત થઈ જાઉં છું. તે મારો બહુ સારો મિત્ર છે. તે ખૂબ રમૂજી સ્વભાવનો છે. હું તેને મારા ભાઈ ગણું છું અને તેને મારી સલાહ છે કે સતત સારું પર્ફોર્મ કરતો રહેજે. મને જ્યારે પણ તક મળે ત્યારે તેને માર્ગદર્શન આપું છું. હું તેને ખાસ કહું છું કે બૅટિંગ કરવા ઊભો હોય ત્યારે પ્રેક્ષકો ભલે રિન્કુ... રિન્કુ... રસેલની બૂમ પાડે. તું તારી એકાગ્રતા જરાય ન તૂટે એનું ધ્યાન રાખજે. મારા માટે લોકો જ્યારે રસેલ... રસેલ... રસેલની બૂમો પાડે ત્યારે જરા પણ એકાગ્રતાભંગ નથી થતો, કારણ કે જ્યારે તમે એ બૂમો સાંભળીને અતિ ઉત્સાહમાં આવી ગયા તો પત્યું, પરાજયની દિશામાં જતાં વાર નથી લાગતી.’

ઈડનમાં સોમવારે બૅનર સાથે કલકત્તા નાઇટ રાઇડર્સના ફૅન્સ. તસવીર iplt20.com

નીતીશની ૨૪ દિવસે હાફ સેન્ચુરી

પંજાબે ૨૦ ઓવરમાં શિખર ધવનના ૫૭ રનની મદદથી ૭ વિકેટે ૧૭૯ રન બનાવ્યા પછી કલકત્તાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે જે ૧૮૨ રન બનાવ્યા એમાં કૅપ્ટન નીતીશ રાણા (૫૧ રન, ૩૮ બૉલ, એક સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. આ સીઝનમાં તેની આ બીજી જ હાફ સેન્ચુરી હતી. તેણે ૨૪ એપ્રિલે હૈદરાબાદ સામે ૭૫ રન બનાવ્યા હતા. જેસન રૉયે ૩૮ રન અને રહમનુલ્લા ગુરબાઝે ૧૫ રન બનાવ્યા હતા. પંજાબના બોલર્સમાં રાહુલ ચાહરે બે તેમ જ હરપ્રીત બ્રાર અને નૅથન એલીસે એક-એક વિકેટ લીધી હતી.

12
કલકત્તાના કૅપ્ટન નીતીશ રાણાને સ્લો ઓવર-રેટ બદલ આટલા લાખ રૂપિયાનો દંડ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK