હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝી પાસે ૪૨.૨૫ કરોડ રૂપિયા બચ્યા છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આગામી ૨૩ ડિસેમ્બરે કોચીમાં યોજાનારા મેન્સ આઇપીએલ માટેના મિની ઑક્શનમાં ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ તથા સૅમ કરૅન અને ઑસ્ટ્રેલિયાનો કૅમેરન ગ્રીન મોસ્ટ-એક્સ્પેન્સિવ બની શકે એમ છે. સ્ટોક્સ તથા ગ્રીન બે કરોડ રૂપિયાની હાઇએસ્ટ બેઝ પ્રાઇસની કૅટેગરીમાં છે. આ હરાજી માટે કુલ ૯૯૧ નામ મળ્યાં હતાં, જેમાંથી ૪૦૫ પ્લેયર્સને શૉર્ટ-લિસ્ટ કરાયા છે. જોકે ૧૦ ટીમોએ કુલ મળીને માત્ર ૮૭ પ્લેયર્સની જગ્યા જ ભરવાની છે. એમાંથી ૩૦ ખેલાડી વિદેશી હશે. ૪૦૫માંથી ૨૭૩ ભારતીય ખેલાડીઓ છે અને ૧૩૨ વિદેશી છે.
કલકત્તા પાસે ખેલાડીઓની ખરીદી માટે સૌથી ઓછી ૭.૨ કરોડ રૂપિયાની રકમ બચી છે, જ્યારે હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝી પાસે ૪૨.૨૫ કરોડ રૂપિયા બચ્યા છે. મુંબઈ પાસે ૨૦.૫૫ કરોડ રૂપિયા અને ૨૦૨૨ના ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ પાસે ૧૯.૨૫ કરોડ રૂપિયા બાકી રહ્યા છે.

