૩૩ વર્ષની જોનિતા હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી સહિત અનેક ભાષામાં સૉન્ગ રેકૉર્ડ કરી ચૂકી છે

ફાઇલ તસવીર
આવતી કાલે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય કૂળની કૅનેડિયન સિંગર અને ‘કૅનેડાઝ નાઇટિંગલ’ તરીકે ઓળખાતી જોનિતા ગાંધી પર્ફોર્મ કરશે. ૩૩ વર્ષની જોનિતા હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી સહિત અનેક ભાષામાં સૉન્ગ રેકૉર્ડ કરી ચૂકી છે.
આવતી કાલે તેના ઉપરાંત જાણીતા રૅપર કિંગ અને ડીજે ન્યુક્લેયા તેમ જ સિંગર વિવિયન ડિવાઇન પણ પર્ફોર્મ કરશે. આ ઉપરાંત કોરિયોગ્રાફર્સ સાથેના બીજા કેટલાક પર્ફોર્મન્સિસનું પણ આયોજન કરાયું છે.
ચેન્નઈની ટીમ મંગળવારે ગુજરાતને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી.