૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સની ટીમ શ્રેયસના સુકાનમાં ફાઇનલમાં પહોંચી હતી
શ્રેયસ ઐયર
કલકત્તા નાઇટ રાઇડર્સે શનિવારે બૅન્ગલોરની હરાજીમાં ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદેલા શ્રેયસ ઐયરને કૅપ્ટન નિયુક્ત કર્યો છે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સની ટીમ શ્રેયસના સુકાનમાં ફાઇનલમાં પહોંચી હતી. આ ઑક્શનમાં ઇયોન મૉર્ગનને કલકત્તા સહિત ૧૦માંથી કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો અને શ્રેયસને તોતિંગ ભાવે ખરીદવામાં આવતાં તેને કૅપ્ટન બનાવવાની અટકળ પાકી થતી ગઈ હતી. હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમે કહ્યું હતું કે ‘શ્રેયસનું ટીમમાં આગમન થવાથી હું ખૂબ રોમાંચિત થયો છું અને હવે તો તેને કૅપ્ટન બનાવાયો છે. તે ભારતીય ક્રિકેટના ભાવિ માટે સૌથી વધુ ઉજ્જ્વળ મનાતા ખેલાડીઓમાંનો એક છે.’


