પૃથ્વી છેલ્લી ત્રણ મૅચ નથી રમ્યો
પૃથ્વી શૉ
થોડા દિવસથી તાવમાં પટકાયેલો દિલ્હી કૅપિટલ્સનો ઓપનર પૃથ્વી શૉ હવે બાકીની બન્ને લીગ મૅચમાં નહીં રમે એવો સંકેત ટીમના સહાયક કોચ શેન વૉટ્સને ગઈ કાલે આપ્યો હતો. પૃથ્વી છેલ્લી ત્રણ મૅચ નથી રમ્યો. તે આઇપીએલની બાકીની મૅચમાંથી બહાર થઈ ગયો છે એમ પણ કહી શકાય. કૅપ્ટન રિષભ પંતે બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામેના વિજય પછી કહ્યું હતું કે પૃથ્વીને ટાઇફૉઈડ થયો છે અને તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તે છેલ્લે પહેલી મેએ લખનઉ સામે રમ્યો હતો.