ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની બીજી સીઝન વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. પ્રથમ સીઝનની જબરદસ્ત સફળતા બાદ બીજી સીઝન ૨૪ ઑક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમ્યાન રમાશે. આ મૅચો મુંબઈ, વડોદરા અને વિશાખાપટનમમાં રમાશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની બીજી સીઝન વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. પ્રથમ સીઝનની જબરદસ્ત સફળતા બાદ બીજી સીઝન ૨૪ ઑક્ટોબરથી ૧૪ નવેમ્બર દરમ્યાન રમાશે. આ મૅચો મુંબઈ, વડોદરા અને વિશાખાપટનમમાં રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇન્ડિયા માસ્ટર્સ સહિત ૬ ટીમ બીજી સીઝનમાં ભાગ લેશે.
લીગ કમિશનર સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘પહેલી સીઝનથી સાબિત થયું કે ક્રિકેટના જૂના સ્ટાર્સનો જાદુ હજી પણ ચાહકોમાં ઊંડે સુધી છવાયેલો છે. બીજી સીઝન માટે પાછા ફરતાં અમારું પ્રાથમિક ધ્યેય મૅચ જોવાના અનુભવને વધુ સારો બનાવવાનું છે.’
આ લીગની પહેલી સીઝન ભારતમાં બીજા ક્રમની સૌથી વધુ જોવાયેલી મેન્સ T20 લીગ તરીકે ઊભરી આવી હતી. સચિન તેન્ડુલકરના નેતૃત્વમાં પહેલી સીઝનમાં ઇન્ડિયા માસ્ટર્સ ટીમ વિજેતા બની હતી.
