ભારતની બાવીસ વર્ષની ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલ ભારતીય ટીમમાંથી ઇન્જરીને કારણે બહાર છે, પણ ઇંગ્લૅન્ડ-ટૂરનો તે બરાબર આનંદ માણી રહી છે
શ્રેયંકા પાટીલ
ભારતની બાવીસ વર્ષની ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલ ભારતીય ટીમમાંથી ઇન્જરીને કારણે બહાર છે, પણ ઇંગ્લૅન્ડ-ટૂરનો તે બરાબર આનંદ માણી રહી છે. તેણે હાલમાં લંડનમાં લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેણે લૉર્ડ્સ ગ્રાઉન્ડ સાથેના પોતાના ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘આજથી એક વર્ષ પછી આશા રાખું છું કે હું આ લૉર્ડ્સની બાલ્કનીમાં T20 વર્લ્ડ કપ સાથે ઊભી રહીશ.’
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ઇંગ્લૅન્ડમાં યોજાશે અને ફાઇનલ મૅચ લૉર્ડ્સમાં રમાવાની છે.


