ભારતીય ટીમે ૨૦૨૩માં શફાલી વર્માની કૅપ્ટન્સીમાં અને ૨૦૨૫માં નિકી પ્રસાદના નેતૃત્વમાં બૅક-ટુ-બૅક આ ટાઇટલ જીત્યું છે.
ફાઇનલ મૅચ બાદ પિચ પર બેસીને ટ્રોફી સાથે ભારતીય અન્ડર-19 વિમેન્સ ટીમે પડાવ્યો હતો અનોખો ફોટો.
ક્રિકેટ બોર્ડે મલેશિયામાં અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય ટીમ અને એના સપોર્ટ-સ્ટાફ માટે પાંચ કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ આ સિદ્ધિ બદલ યંગ વિમેન્સ ટીમની પ્રશંસા કરી છે. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને નવ વિકેટે હરાવીને ભારતની અન્ડર-19 વિમેન્સ ટીમ ભારત માટે ICC વર્લ્ડ ટાઇટલ ડિફેન્ડ કરનારી પહેલી ટીમ બની હતી. ભારતીય ટીમે ૨૦૨૩માં શફાલી વર્માની કૅપ્ટન્સીમાં અને ૨૦૨૫માં નિકી પ્રસાદના નેતૃત્વમાં બૅક-ટુ-બૅક આ ટાઇટલ જીત્યું છે.

