° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

F1 ટ્રૅક પર ઘૂસી જનાર ભારતીય મૂળના પ્રવીણ ઢોકિયાની ધરપકડ

23 September, 2015 05:42 AM IST |

F1 ટ્રૅક પર ઘૂસી જનાર ભારતીય મૂળના પ્રવીણ ઢોકિયાની ધરપકડ

F1 ટ્રૅક પર ઘૂસી જનાર ભારતીય મૂળના પ્રવીણ ઢોકિયાની ધરપકડ


formula1


સિંગાપોર ગ્રાં પ્રિ દરમ્યાન મરીના બે સ્ટ્રીટ સર્કિટમાં કાર-રેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા ર્મ્યુ-વન (F1) રેસ-ટ્રૅક પર ચાલવાના આરોપમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક પ્રવીણ ઢોકિયા પર ગઈ કાલે અદાલતમાં ડ્રાઇવરોના જીવને જોખમમાં નાખનારું અવિવેકી કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૭ વર્ષનો પ્રવીણ ઢોકિયા રવિવારે સિંગાપોર ગ્રાં પ્રિ દરમ્યાન ટ્રૅક પર ચાલી રહ્યો હતો. તેની જામીન માટેની રકમ ૧૫,૦૦૦ ડૉલર અંદાજે ૯.૮૪ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 


જામીનની રકમ વિશે પ્રવીણે જજને કહ્યું હતું કે ‘૧૫,૦૦૦ ડૉલર મારા માટે બહુ મોટી રકમ છે. હું અત્યારે બેરોજગાર છું. મેં મારી તમામ બચત ટિકિટ પર ખર્ચ કરી નાખી હતી.’


જજે તેની અજ્ઞાત વ્યક્તિને ફોન કરવાની વિનંતી માન્ય રાખી હતી. આ રેસમાં બીજા ક્રમાંકે આવેલા રેડ બુલ ટીમના ડ્રાઇવરે કહ્યું હતું કે તેના આ રીતે ટ્રૅક પર ધસી આવવાને કારણે પરિણામ પર અસર પહોંચી હતી. સમગ્ર સુનાવણી છ ઑક્ટોબર સુધી મોકૂફ રાખવામાં આવી છે. આરોપી પર ત્યારે વધુ આરોપ મુકાઈ શકે છે.


23 September, 2015 05:42 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

અનન્યા પાન્ડેને ડેટ પર લઈ જવા માગે છે ચેતન સાકરિયા

રાજસ્થાન માટે આ વર્ષે આઇપીએલમાં ડેબ્યુ કરનાર ચેતન સાકરિયા પહેલી જ મૅચમાં લાઇમલાઇટમાં આવી ગયો હતો. જોકે હાલમાં તેણે મનની વાત જણાવતાં કહ્યું કે ‘મને બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાન્ડે ઘણી ગમે છે અને હું તેને ડેટ પર લઈ જવા માગું છું.’

16 April, 2021 04:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ઑસ્ટ્રેલિયા અને બૅન્ગલોરની ટીમમાં મારી જવાબદારી એકસમાન છે : મૅક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં હૈદરાબાદ સામેની મૅચમાં આ સીઝનની પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.

16 April, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોહલી બન્યો વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનાકનો ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ૨૦૧૦ના દસકા માટે વિઝડન દ્વારા વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનાકનો ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’ જાહેર કરવામાં આવ્યો છે.

16 April, 2021 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK