Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૬ અકાઉન્ટ્સ પર હેડ-કોચ ગૌતમ ગંભીરે આટલા કરોડનો દાવો કર્યો!

૧૬ અકાઉન્ટ્સ પર હેડ-કોચ ગૌતમ ગંભીરે આટલા કરોડનો દાવો કર્યો!

Published : 20 March, 2026 09:53 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AI ડીપફેકથી ઇમેજ ખરાબ કરવા બદલ ૧૬ અકાઉન્ટ્સ પર હેડ-કોચ ગૌતમ ગંભીરે ૨.૫ કરોડ રૂપિયાનો દાવો કર્યો

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર


ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડીપફેક અને અનધિકૃત કમર્શિયલ ઉપયોગ દ્વારા એની ઓળખના વ્યાપક દુરુપયોગ સામે તાત્કાલિક રાહત માગી છે. અરજીમાં ૧૬ સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ અને ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મમાં નામ આપવામાં આવ્યાં છે.

અરજીમાં ગૌતમ ગંભીરે તેની સંમતિ વિના તેના નામ, છબિ, અવાજ અથવા વ્યક્તિત્વનો ઉપયોગ રોકવા માટે કાયમી મનાઈહુકમ માગ્યો છે. તેણે તમામ ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને દૂર કરવા અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આવા કન્ટેન્ટના વધુ પ્રસારને રોકવા માટે તાત્કાલિક વચગાળાના મનાઈહુકમની પણ વિનંતી કરી છે.



ગંભીરે ૨.૫ કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો પણ કર્યો છે. ફેસ-સ્વૉપિંગ અને વૉઇસ-ક્લોનિંગ જેવાં AI-ટૂલ્સની મદદથી છેલ્લા કેટલાક સમયથી ગૌતમ ગંભીરના નકલી રાજીનામા દ્વારા અને સિનિયર પ્લેયર્સ સાથેના ખોટા વિડિયો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 09:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK