એશિયન ગેમ્સના આયોજકો દ્વારા નિયુક્ત ઑફિશ્યલ હોટેલોમાં રોકાશે ટીમના તમામ સભ્યો
રાજીવ શુક્લા
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એશિયન ગેમ્સ 2026 માટે જપાનમાં ભારતીય ક્રિકેટરોના રહેવાની વ્યવસ્થા વિશે મોટી અપડેટ આપી છે. અગાઉ ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (IOA)એ ક્રિકેટ બોર્ડને ફાઇવસ્ટાર હોટેલની જરૂર હોય તો પોતાની રીતે વ્યવસ્થા કરવા કહી દીધું હતું.
રાજીવ શુક્લા કહે છે, ‘મારા ખેલાડીઓ આરામદાયક રહે એ માટે આયોજકો દ્વારા આપવામાં આવેલી હોટેલમાં અમે રહેવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. એ ફાઇવસ્ટાર હોટેલ નથી પરંતુ એ રહેવા માટે સારી જગ્યાઓ છે. ક્રિકેટરો ટ્વિન-શૅરિંગ રૂમમાં રહેવાને બદલે અલગ રૂમમાં રહેશે. અમારી પાસે અમારા ક્રિકેટરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના ફોટો અને વિડિયો છે તેથી મારું માનવું છે કે એ આરામદાયક છે. ક્રિકેટરો ત્યાં રહેશે કારણ કે બીજા વિકલ્પો ફક્ત ઓસાકા અથવા ટોક્યોમાં હતા જે ખૂબ દૂર છે. ટીમ ૨૦ સપ્ટેમ્બરે ટોક્યો માટે રવાના થશે.’
