ભારત આજે બ્રેબર્નમાં (સાંજે ૭.૦૦ વાગ્યાથી) ત્રીજી ટી૨૦ મૅચ રમશે.
હરમનપ્રીત કૌર
બે દિવસ પહેલાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ ચૅમ્પિયન અને નંબર-વન વિમેન્સ ટીમને સિરીઝની બીજી ટી૨૦માં રોમાંચક સુપરઓવરમાં હરાવ્યા પછી હવે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારત આજે બ્રેબર્નમાં (સાંજે ૭.૦૦ વાગ્યાથી) ત્રીજી ટી૨૦ મૅચ રમશે. સુપરસ્ટાર બૅટર સ્મૃતિ મંધાનાના સુપર પર્ફોર્મન્સને કારણે ભારતીય ટીમ જબરદસ્ત જોશમાં છે એટલે આજે ભારતીય ટીમ ફીલ્ડિંગ તથા બોલિંગમાં સુધારો કરીને ૨-૧ની સરસાઈ લેવા કોઈ કસર બાકી નહીં રાખે.


