° °

આજનું ઇ-પેપર
Sunday, 16 May, 2021


T20માં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપનો બદલો એશિયા કપમાં લીધો

29 October, 2012 06:14 AM IST |

T20માં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપનો બદલો એશિયા કપમાં લીધો

T20માં ભારતીય મહિલાઓએ પાકિસ્તાન સામે વર્લ્ડ કપનો બદલો એશિયા કપમાં લીધોગ્વૅન્ગડૉન્ગ (ચીન): ૧ ઑક્ટોબરે ગૉલમાં પાકિસ્તાન સામેના પરાજયથી ભારતીય મહિલા ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

ગઈ કાલે ભારતીય મહિલાઓએ પાકિસ્તાનને ૯ બૉલ બાકી રાખીને ૮ વિકેટે હાર આપી હતી. પાકિસ્તાન ૧૯.૩ ઓવરમાં માત્ર ૯૩ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ હતી. છેલ્લા ૨૭ બૉલમાં એના ૨૦ રન બન્યા હતા અને છેલ્લી ૭ વિકેટે પડી ગઈ હતી. ઑફ સ્પિનર અર્ચના દાસ અને લેગ સ્પિનર રીમા મલ્હોત્રાએ બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ચાર બૅટ્સવીમેન રનઆઉટ થઈ હતી.

ભારતે ૯૪ રનનો ટાર્ગેટ ૧૮.૩ ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. કૅપ્ટન મિતાલી રાજ (૩૬ નૉટઆઉટ, ૩૮ બૉલ, ત્રણ ફોર) અને હરમનપ્રીત કૌર (૧૨ નૉટઆઉટ, ૧૯ બૉલ) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૪૧ રનની ભાગીદારી મૅચવિનિંગ બની હતી. ઓપનર સુલક્ષણા નાઇકે ૨૮ બૉલમાં ૨૩ રન બનાવ્યા હતા.

29 October, 2012 06:14 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIનો ફુલપ્રૂફ પ્લાન, ખેલાડીનો 3 વાર થશે કોરોના ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીલીની ફાઇનલ મેચ 18 જૂનથી સાઉથૈમ્પ્ટનના એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. પછી ટીમ ઇન્ડિયા મેઝબાન ઇંગ્લેન્ડની સાથે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે.

15 May, 2021 04:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

એમાં તો શુભમન ગિલ હંમેશાં કૅપ્ટન વિરાટ કોહલીને પછાડી જ દે છે

ભારતના મોસ્ટ ટૅલન્ટેડ યુવા ક્રિકેટરમાંના એક શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણવામાં આવે છે. ઑસ્ટ્રેલિયન સિરીઝમાં તેણે ઇન્ટરનૅશનલ કરીઅરની શાનદાર શરૂઆત કરી હતી.

15 May, 2021 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ઇરફાને ઈદ નિમિત્તે પુત્ર સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કર્યો

ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને હવે કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ગઈ કાલે રમઝાન ઈદ નિમિત્તે તેના પુત્ર ઇમરાન સાથે મસ્તીભર્યો વિડિયો શૅર કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા.

15 May, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK