ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન ટૉમ લૅધમ માને છે કે...
ટૉમ લૅધમ
ટૉમ લૅધમ ભારતની ધરતી પર સિરીઝ જિતાડનાર ન્યુ ઝીલૅન્ડનો પહેલો કૅપ્ટન બન્યો છે. તેણે પુણે ટેસ્ટની જીત બાદ કહ્યું હતું કે ‘અમે ભારત પર વર્ચસ જમાવવાની શૈલી અપનાવી હતી. અમે શરૂઆતમાં જ તેમને આંચકો આપવામાં સફળ રહ્યા. આ સિવાય ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય પણ અમારા પક્ષમાં ગયો. એણે ખરેખર અમારા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમે તેમની સામે કઠિન પડકાર રજૂ કરવા અને શરૂઆતમાં તેમને આંચકો આપવા માગતા હતા જેમાં અમે સફળ થયા. અમે બૅટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું જે ખરેખર મહત્ત્વનું હતું.
અમારા બોલરોએ ઘણું સારું પ્રદર્શન કર્યું. તેમનું આ પ્રકારનું પ્રદર્શન જોવું ખૂબ જ સારું લાગ્યું.’
૧૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બનેલા મિચેલ સૅન્ટનરની પણ તેણે ભરપૂર પ્રશંસા કરી અને તેને ટીમનું ગૌરવ ગણાવ્યો હતો.