આજથી ઇન્દોરમાં કાંગારૂઓ સામે ત્રીજી ટેસ્ટ-મૅચ ઃ સવારે ૯.૩૦ વાગ્યાથી લાઇવ
કૅપ્ટન રોહિત આજે રાહુલને બદલે કદાચ ગિલને રમાડશે
રોહિત શર્માના સુકાનમાં ભારતે ૨-૦ની સરસાઈ સાથે બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી તો રાખી છે, પણ આજે ઇન્દોરમાં શરૂ થતી ત્રીજી ટેસ્ટ (સવારે ૯.૩૦ વાગ્યાથી લાઇવ) જીતીને ટીમ ઇન્ડિયા ૩-૦થી સરસાઈ મેળવવા ઉપરાંત જૂન મહિનાની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન પણ ઑલમોસ્ટ પાકું કરી લેશે. બીજી તરફ, ઑસ્ટ્રેલિયા માટે વધુ કપરી કસોટી છે, કારણ કે એ આ મૅચ પણ હારી જશે તો સિરીઝમાં ૦-૩થી પાછળ થશે અને પછી ૦-૪ના વાઇટવૉશથી બચવા એણે મરણિયા પ્રયાસ કરવા પડશે.
ટેસ્ટના રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયા નંબર-વન અને ભારત નંબર-ટૂ છે. કાંગારૂ બૅટર્સને આ સિરીઝમાં સતત ભારતીય સ્પિનર્સ અશ્વિન, જાડેજા, અક્ષરનો ભય રહ્યો છે.
ADVERTISEMENT
ભારત અને ઑસ્ટ્રેલિયા બન્ને માટે શ્રીલંકા આડખીલી બની શકે. જોકે ન્યુ ઝીલૅન્ડને એની જ ધરતી પર શ્રીલંકા ૨-૦થી હરાવે એ સંભવ નથી એટલે એનો સીધો ફાયદો ભારત અને ઑસ્ટ્રેલિયાને થશે.
પૅટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ સુકાન સંભાળી રહ્યો છે. જોકે ભારતમાં તેના સુકાનમાં ઑસ્ટ્રેલિયા ચારમાંથી બે ટેસ્ટ હાર્યું છે અને એક જ જીત્યું છે, જ્યારે એક ટેસ્ટ ડ્રૉ રહી છે.


