Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા સામેની T20 સિરીઝ માટે અફઘાનિસ્તાનીઓએ તૈયારી શરૂ કરી

ટીમ ઇન્ડિયા સામેની T20 સિરીઝ માટે અફઘાનિસ્તાનીઓએ તૈયારી શરૂ કરી

Published : 09 September, 2026 09:08 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં ૧૩થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન ભારત-અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ રમાશે. સોની સ્પોર્ટ્સ નેટવર્કે વિશિષ્ટ TV પ્રસારણ અધિકારો મેળવ્યા છે અને ઍડ્વાન્સ ટેકનૉલૉજીથી પ્રસારણ કરશે.

ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેતા અફઘાનિસ્તાનના ક્રિકેટર્સ.

ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેતા અફઘાનિસ્તાનના ક્રિકેટર્સ.


દિલ્હીમાં આગામી ૧૩થી ૧૭ સપ્ટેમ્બરે ભારત સામે રમાનારી ત્રણ T20 મૅચની સિરીઝ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. સોની સ્પોર્ટ્‍સ નેટવર્કે આ સિરીઝ માટે વિશિષ્ટ ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા છે. તેઓ ITW યુનિવર્સ સાથે મળીને ફુટબૉલ સ્ટાઇલ સ્ટોરીટેલિંગ અને ઍડ્વાન્સ ટેકનૉલૉજીની મદદથી આ સિરીઝનું પ્રસારણ કરશે.

UAEમાં રમાશે અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે, બંગલાદેશની વન-ડે સિરીઝ



ક્રિકેટજગતમાં વધુ એક રસપ્રદ ત્રિકોણીય વન-ડે સિરીઝની જાહેરાત થઈ છે. આગામી ૧૭થી ૨૩ ઑક્ટોબર વચ્ચે અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે, બંગલાદેશ વચ્ચે વન-ડે સિરીઝ UAEમાં રમાશે. આ સિરીઝ પહેલાં અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચે નવથી ૧૩ ઑક્ટોબર વચ્ચે એક ટેસ્ટ-મૅચ રમાશે. ત્રિકોણીય સિરીઝ પછી અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ T20 મૅચ અને બે ટેસ્ટ-મૅચની સિરીઝ ૨૭ ઑક્ટોબરથી ૧૭ નવેમ્બર દરમ્યાન રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 09:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK