Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદની અટકાયત, એક પાસેથી બંદૂક મળી

મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદની અટકાયત, એક પાસેથી બંદૂક મળી

Published : 08 September, 2026 04:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈના NMACCમાં PM મોદીના કાર્યક્રમ પહેલાં પોલીસે બે શંકાસ્પદને અટકાયતમાં લીધા. એક પાસેથી બંદૂક મળી, જ્યારે બીજાએ પોતાને PMO અધિકારી ગણાવ્યો.

ફાઇલ તસવીર

Breaking

ફાઇલ તસવીર


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈમાં યોજાનારા કાર્યક્રમ પહેલાં બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માંથી બે શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અટકાયતમાં લીધી છે. તેમાંથી એક વ્યક્તિ પાસેથી બંદૂક મળી આવી હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું છે.

આ ઘટના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે બની હતી, જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાવાનો હતો. અટકાયતમાં લેવાયેલી એક વ્યક્તિ પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી ગણાવી રહી હતી. જોકે, તે ખરેખર PMO સાથે સંકળાયેલી છે કે નહીં એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પોલીસ બંદૂકના લાઇસન્સ અને બંને વ્યક્તિ ત્યાં શા માટે પહોંચ્યા હતા એની તપાસ કરી રહી છે. હાલ બંનેની પૂછપરછ ચાલુ છે. આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક કહી શકાય કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

 
 
 

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK