Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગિલ જીત્યો આઇસીસી મેન્સ પ્લેયરનો અવૉર્ડ

ગિલ જીત્યો આઇસીસી મેન્સ પ્લેયરનો અવૉર્ડ

14 February, 2023 02:32 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડની ગર્લ્સ અન્ડર-19 ટીમની કૅપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સ આઇસીસીની અવૉર્ડ વિજેતા મહિલા ક્રિકેટર્સમાં યંગેસ્ટ બની છે

શુભમન ગિલ

શુભમન ગિલ


ભારતનો ઓપનિંગ બૅટર શુભમન ગિલ જાન્યુઆરી માટેનો આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થનો અવૉર્ડ જીત્યો છે. તેણે ખાસ કરીને વન-ડે ફૉર્મેટના જાન્યુઆરીના પર્ફોર્મન્સીસને લીધે આ સન્માન મેળવ્યું છે.

ઇંગ્લૅન્ડની ગર્લ્સ અન્ડર-19 ટીમની કૅપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સ આઇસીસીની અવૉર્ડ વિજેતા મહિલા ક્રિકેટર્સમાં યંગેસ્ટ બની છે. તેણે તાજેતરના જુનિયર ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને ફાઇનલમાં પહોંચાડ્યું હતું, પરંતુ એમાં ભારત સામે બ્રિટિશ ટીમનો પરાજય થતાં ભારતીય ટીમ ચૅમ્પિયન બની હતી.



૨૩ વર્ષના ગિલે જાન્યુઆરીમાં શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે મૅચોમાં મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું અને એ મહિનામાં કુલ ૫૬૭ રન બનાવ્યા હતા. તેણે ખાસ કરીને ન્યુ ઝીલૅન્ડ સામેની ડબલ સેન્ચુરી (૨૦૮ અણનમ, ૧૪૯ બૉલ, ૨૮ ફોર)ને લીધે આ પુરસ્કાર મેળવ્યો છે. તે ઓડીઆઇ ફૉર્મેટનો યંગેસ્ટ ડબલ સેન્ચુરિયન બન્યો હતો. તેણે કિવીઓ સામેની છેલ્લી ઓડીઆઇમાં ૧૧૨ રન અને શ્રીલંકા સામેની ઓડીઆઇમાં મૅચ-વિનિંગ ૧૧૬ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 02:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK