Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૬,૦૦૦ રન ફટકારનાર ફાસ્ટેસ્ટ ઓપનર બની ગયો ભારતનો રોહિત શર્મા

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૬,૦૦૦ રન ફટકારનાર ફાસ્ટેસ્ટ ઓપનર બની ગયો ભારતનો રોહિત શર્મા

Published : 15 June, 2026 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ત્રણ વર્ષમાં એ માત્ર ૨૦૨૪માં અફઘાનિસ્તાન સામેની T20 મૅચમાં રનઆઉટ થયો હતો એ સમયે પણ સામેના છેડે શુભમન ગિલ હતો. 

રોહિત શર્મા

રોહિત શર્મા


અફઘાનિસ્તાન સામે રમીને રોહિત શર્મા વન-ડેમાં રમનાર ભારતનો ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો હતો. શુભમન ગિલે અચાનક રન દોડવાની ના પડતાં રોહિત શર્મા ક્રીઝમાં પાછો ફરવામાં મોડો પડ્યો અને રનઆઉટ થયો હતો. ૭ વર્ષ બાદ તે વન-ડે ફૉર્મેટમાં રનઆઉટ થયો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં એ માત્ર ૨૦૨૪માં અફઘાનિસ્તાન સામેની T20 મૅચમાં રનઆઉટ થયો હતો એ સમયે પણ સામેના છેડે શુભમન ગિલ હતો. 

૧૬ બૉલમાં બે ફોર અને એક સિક્સની મદદથી ૧૬ રન કરનાર રોહિત શર્માએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ૧૬,૦૦૦ રન પૂરા કર્યા હતા. ઓપનર તરીકે આટલા રન પૂરા કરનાર રોહિત શર્મા વિશ્વનો સાતમો અને વીરેન્દર સેહવાગ (૧૬,૧૧૯ રન) બાદ ભારતનો બીજો બૅટર બન્યો હતો. 



ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે ફાસ્ટેસ્ટ ૧૬,૦૦૦ રન કરવાના મામલે તેણે ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરનો રેકૉર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ ૩૮૪ ઇનિંગ્સમાં આ કમાલ કરી છે. ડેવિડ વૉર્નરે ૩૯૦ ઇનિંગ્સમાં ઓપનર તરીકે ૧૬,૦૦૦ રન કર્યા હતા. 


ભારત માટે ઓપનર રોહિત શર્માનો રેકૉર્ડ 
૩૮ ટેસ્ટ-મૅચ    ૬૬ ઇનિંગ્સમાં ૨૬૯૭ રન 
૧૨૫ T20 મૅચ    ૧૨૪ ઇનિંગ્સમાં ૩૭૫૦ રન
૧૯૬ વન-ડે મૅચ    ૧૯૪ ઇનિંગ્સમાં ૯૫૬૩ રન 
કુલ ૩૫૯ મૅચ    ૩૮૪ ઇનિંગ્સમાં ૧૬,૦૧૦ રન


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK