૨૦ જૂનથી શરૂ થનારી ઇંગ્લૅન્ડની ટૂર પર ભારતની સ્ક્વૉડ અને નવા કૅપ્ટનની પસંદગીની આગામી સિલેક્શન કમિટી સાથેની મીટિંગ પહેલાં તેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગૌતમ ગંભીર પત્ની નતાશા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં
ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર પત્ની નતાશા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ૨૦ જૂનથી શરૂ થનારી ઇંગ્લૅન્ડની ટૂર પર ભારતની સ્ક્વૉડ અને નવા કૅપ્ટનની પસંદગીની આગામી સિલેક્શન કમિટી સાથેની મીટિંગ પહેલાં તેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પહેલાં પણ નવી સિરીઝ અને નવું પદ સંભાળતાં પહેલાં આ ભૂતપૂર્વ ભારતીય ઓપનર આવા આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેતો જોવા મળ્યો છે.


