ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝ ગઈ કાલે વરસાદને કારણે ડ્રૉ થઈ હતી. ૨-૨થી બરાબરી પર રહેલી સિરીઝની ગઈ કાલની બૅન્ગલોરની મૅચ નિર્ણાયક હતી, પણ એમાં માત્ર ૪૮ મિનિટની રમત શક્ય બની હતી.
ભારત-વેસ્ટ ઇન્ડીઝ T20 સિરીઝ ડ્રૉ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝ ગઈ કાલે વરસાદને કારણે ડ્રૉ થઈ હતી. ૨-૨થી બરાબરી પર રહેલી સિરીઝની ગઈ કાલની બૅન્ગલોરની મૅચ નિર્ણાયક હતી, પણ એમાં માત્ર ૪૮ મિનિટની રમત શક્ય બની હતી.
પોણાબે કલાક મોડી શરૂ થયેલી મૅચને ૯-૯ ઓવરની કરી નાખવામાં આવી હતી. ભારતે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરી હતી અને ૭.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૮ રન કર્યા ત્યારે મૅચ અટકાવી દેવી પડી હતી. સંજુ સૅમસને ૭ બૉલમાં ૧૬, ઈશાન કિશને ૧૦ બૉલમાં ૩૦, શ્રેયસ ઐયરે ૧૪ બૉલમાં બાવીસ રન કરવા માટે જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે આ બધામાં નમન ધીર હીરો સાબિત થયો હતો, તેણે માત્ર ૬ બૉલમાં અણનમ ૨૪ રન કર્યા હતા. અભિષેક શર્મા (૪ બૉલમાં ૬) અને તિલક વર્મા (૬ બૉલમાં ૭) નિસ્તેજ રહ્યા હતા.