Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમે સૌથી વધુ વખત રન-આઉટ થવાનો ભારતનો શરમજનક રેકૉર્ડ તોડ્યો

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમે સૌથી વધુ વખત રન-આઉટ થવાનો ભારતનો શરમજનક રેકૉર્ડ તોડ્યો

Published : 19 June, 2026 09:53 AM | IST | Birmingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત બાદ સાઉથ આફ્રિકા સામે પણ હાર્યું પાકિસ્તાન

સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનની ચાર બૅટર્સ રન-આઉટ થઈ ગઈ હતી

સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનની ચાર બૅટર્સ રન-આઉટ થઈ ગઈ હતી


બુધવારે મોડી રાતે ઍજબેસ્ટનમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપની મૅચ રમાઈ હતી. કૅપ્ટન ફાતિમા સનાના પંચાવન રન અને ત્રણ વિકેટ છતાં પાકિસ્તાન આ મૅચમાં બે વિકેટે હાર્યું હતું. પાકિસ્તાનના ૧૨૬-૯ના સ્કોરની સામે સાઉથ આફ્રિકાએ ૧૬.૫ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૨૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. અગાઉ પાકિસ્તાન ૬૪ રને ભારત સામે હાર્યું હતું.

સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનની ચાર બૅટર્સ રન-આઉટ થઈ હતી. આ રન-આઉટને કારણે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતનો શરમજનક રેકૉર્ડ તોડ્યો હતો. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત (૪૦ વખત)ને પછાડીને હવે પાકિસ્તાની ક્રિકેટરો સૌથી વધુ ૪૧ વખત રન-આઉટ થઈ છે. વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાને શ્રીલંકાના રેકૉર્ડ ૧૮૫ રન-આઉટની બરાબરી કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 09:53 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK