બૅટિંગ-લેજન્ડ સનીએ કહ્યું, ‘બૅટિંગમાં પંતને છઠ્ઠે અને કાર્તિકને સાતમે મોકલજો’
સુનીલ ગાવસકર અને હાર્દિક પંડ્યા
ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરનું માનવું છે કે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં કોઈ મૅચમાં જો હાર્દિક પંડ્યા પાંચમા બોલર તરીકે ટીમમાં સમાવાયો હોય તો એ ટીમમાં બન્ને વિકેટકીપર-બૅટર રિષભ પંત અને દિનેશ કાર્તિક બન્નેને લઈ શકાય.
મહાન બૅટર ગાવસકરે એવું પણ કહ્યું કે ‘જો હાર્દિક ટીમમાં છઠ્ઠા બોલર તરીકે હોય તો એ ટીમમાં કદાચ પંતને જગ્યા ન પણ મળે. જોકે પંત અને કાર્તિક બન્નેને ટીમમાં સમાવાયા હોય તો બૅટિંગમાં પંતને છઠ્ઠે અને કાર્તિકને સાતમે રમાડી શકાય.’


