આ મહેફિલમાં અમેરિકન ટીમનો સપોર્ટ-સ્ટાફ પણ સામેલ હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ગુજરાતી ક્રિકેટર મોનાંક પટેલના નેતૃત્વમાં અમેરિકાની ટીમ ભારત સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. એ પહેલાં અમેરિકન ટીમ મુંબઈના લોકપ્રિય
સ્ટ્રીટ-ફૂડ પાણીપૂરીનો આનંદ માણતી જોવા મળી હતી.
મોનાંક પટેલ સહિતના અમેરિકન પ્લેયર્સે નવી મુંબઈમાં વૉર્મ-અપ મૅચ અને પ્રૅક્ટિસ-સેશન બાદ મોડી રાતે એક લોકલ લારી પર પાણીપૂરીનો ચટકારો માણ્યો હતો. આ મહેફિલમાં અમેરિકન ટીમનો સપોર્ટ-સ્ટાફ પણ સામેલ હતો.


