Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્જરીને લીધે કૉમેન્ટેટર ડેલ સ્ટેન T20 વર્લ્ડ કપમાંથી આઉટ

ઇન્જરીને લીધે કૉમેન્ટેટર ડેલ સ્ટેન T20 વર્લ્ડ કપમાંથી આઉટ

Published : 19 February, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માહિતી પ્રમાણે લેજન્ડ્સ લીગ ક્રિકેટ દરમ્યાન તેને ખભામાં ઈજા થઈ હતી

કૉમેન્ટેટર ડેલ સ્ટેન

કૉમેન્ટેટર ડેલ સ્ટેન


ઇન્જરીને લીધે ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી આઉટ થતા હોય છે એવું ઘણી વાર જોવા મળતું હોય છે, પણ કોઈ કૉમેન્ટેટર માટે એવું ભાગ્યે જ સાંભળ્યું હશે. હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં કૉમેન્ટરી આપી રહેલા ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પેસ બોલર ડેલ સ્ટેને બધું છોડીને સાઉથ આફ્રિકા પાછા ફરવું પડ્યું છે. ગઈ કાલે સોશ્યલ મીડિયામાં સ્ટેને એક પોસ્ટ કરીને ચાહકોને જણાવ્યું હતું કે ‘કમનસીબ છે કે મારે ઘરે જલદી પાછા ફરવું પડી રહ્યું છે. આવતી કાલે મારા ખભાની સર્જરી થવાની હોવાથી મારે T20 વર્લ્ડ કપમાં બાકીની મૅચમાં કૉમેન્ટરી છોડવી પડી રહી છે. હવે IPLમાં મળીશું.’

માહિતી પ્રમાણે લેજન્ડ્સ લીગ ક્રિકેટ દરમ્યાન તેને ખભામાં ઈજા થઈ હતી અને હવે એના રિપોર્ટ બાદ સર્જરી કરાવવી જરૂરી છે.  


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK