Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે જીતની ખૂબ જ નજીક પહોંચ્યા બાદ અંતિમ ઓવરમાં નબળું પડ્યું નેપાલનું મનોબળ

ઇંગ્લૅન્ડ સામે જીતની ખૂબ જ નજીક પહોંચ્યા બાદ અંતિમ ઓવરમાં નબળું પડ્યું નેપાલનું મનોબળ

Published : 09 February, 2026 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલ સામે બૅટિંગ બાદ બોલિંગ સમયે પણ ગભરાયું ઇંગ્લૅન્ડ, અંતે ૪ રને જીત મેળવી

ગઈ કાલે ખૂબ જ રોમાંચક મૅચમાં ઇંગ્લૅન્ડ સામે માત્ર ૪ રનથી હારી જતાં નેપાલનો બૅટર લોકેશ બામ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તેણે ૨૦ બૉલમાં અણનમ ૩૯ રન ફટકાર્યા હતા (તસવીર : અતુલ કાંબળે)

ગઈ કાલે ખૂબ જ રોમાંચક મૅચમાં ઇંગ્લૅન્ડ સામે માત્ર ૪ રનથી હારી જતાં નેપાલનો બૅટર લોકેશ બામ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. તેણે ૨૦ બૉલમાં અણનમ ૩૯ રન ફટકાર્યા હતા (તસવીર : અતુલ કાંબળે)


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સતત બીજા દિવસે એક અસોસિએટ નેશનની ટીમે ફુલ મેમ્બર ટીમને ગભરાવી દીધી હતી. ઇંગ્લૅન્ડે નેપાલ સામે માંડ-માંડ ૪ રને જીત નોંધાવી હતી. ઇંગ્લૅન્ડે કેટલાક આંચકા બાદ ૩ વ્યક્તિગત ઇનિંગ્સના આધારે ૧૮૪/૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં નેપાલ ૧૮૦/૬ના સ્કોર પર અટકી ગયું હતું. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં અસોસિએટ નેશન દ્વારા એક પણ ફિફ્ટી વગર ફટકારવામાં આવેલો આ હાઇએસ્ટ સ્કોર પણ હતો.

૬.૧ ઓવરમાં ઇંગ્લૅન્ડે ૫૭ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી હતી. અંગ્રેજ ટીમ માટે જેકબ બેથલે ૩૫ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સની મદદથી પંચાવન રન ફટકાર્યા હતા. કૅપ્ટન હૅરી બ્રૂકે ૪ ફોર અને ૩ સિક્સની મદદથી ૩૨ બૉલમાં ૫૩ રન ફટકાર્યા હતા. જ્યારે વિલ જૅક્સે ૨૧૬.૬૭ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરી ૧ ફોર અને ૪ સિક્સના આધારે ૧૮ બૉલમાં અણનમ ૩૯ રન ફટકારી દીધા હતા. નેપાલ તરફથી સ્પિનર દીપેન્દ્ર સિંહ અને નંદન યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી.



નેપાલી ફૅન્સના પ્રચંડ સમર્થન વચ્ચે રન-ચેઝ દરમ્યાન પણ નેપાલે શાનદાર રમત રમી હતી. કૅપ્ટન રોહિત પૌડેલે બે ફોર અને બે સિક્સની મદદથી ૩૪ બૉલમાં ૩૯ રન કર્યા હતા. દીપેન્દ્ર સિંહે ૬ ફોર અને એક સિક્સની મદદથી ૨૯ બૉલમાં ૪૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. લોકેશ બામે ૪ ફોર અને બે સિક્સના સહારે ૨૦ બૉલમાં ૩૯ રનની તાબડતોડ ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડના લિયામ ડોસેને ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને બે વિકેટ લીધી હતી.


૧૮મી ઓવરમાં બાવીસ રન અને ૧૯મી ઓવરમાં ૧૪ રન કરીને નેપાલે અંતિમ ઓવરમાં જીતનું અંતર માત્ર ૧૦ રન કરી દીધું હતું. જોકે સૅમ કરૅને અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરીને મોટો અપસેટ થતાં રોક્યો હતો. તેણે પોતાની ઓવરમાં અનુક્રમે ઝીરો, ૧, ૧, ૨, ઝીરો અને એક રન સહિત માત્ર પાંચ રન આપીને ઇંગ્લૅન્ડને દિલધડક જીત અપાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK