બંગલાદેશ અને ભારત વચ્ચેની વૉર્મ-અપ મૅચ ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં T20 વર્લ્ડ કપના મહાસંગ્રામ પહેલાં ટીમો વચ્ચે આજથી વૉર્મ-અપ મૅચ શરૂ થશે. આજે ૨૭ મેએ કૅનેડા-નેપાલ વચ્ચેની મૅચ સાથે શરૂ થનાર વૉર્મ-અપ રાઉન્ડ ૧ જૂને ભારત-બંગલાદેશની મૅચ સાથે ખતમ થશે. કુલ ૧૫ વૉર્મ-અપ મૅચ રમાશે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાનની ટીમે હાલમાં ચાર મૅચની T20 સિરીઝ રમી હોવાથી તેઓ વૉર્મ-અપ મૅચ નહીં રમે. બંગલાદેશ અને ભારત વચ્ચેની વૉર્મ-અપ મૅચ ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
વૉર્મ-અપ મૅચમાં કોણ કોની સામે રમશે |
||
તારીખ |
વૉર્મ-અપ મૅચ |
ભારતીય સમય |
૨૭ મે |
કૅનેડા વિરુદ્ધ નેપાલ |
રાત્રે ૯ |
૨૮ મે |
ઓમાન વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની |
મધરાતે ૧૨.૩૦ |
૨૮ મે |
નામિબિયા વિરુદ્ધ યુગાન્ડા |
સવારે ૪.૩૦ |
૨૮ મે |
શ્રીલંકા વિરુદ્ધ નેધરલૅન્ડ્સ |
રાત્રે ૮ |
૨૮ મે |
બંગલાદેશ વિરુદ્ધ અમેરિકા |
રાત્રે ૯ |
૨૯ મે |
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નામિબિયા |
સવારે ૪.૪૦ |
૨૯ મે |
અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓમાન |
રાત્રે ૧૦.૩૦ |
૩૦ મે |
સ્કૉટલૅન્ડ વિરુદ્ધ યુગાન્ડા |
રાત્રે ૮ |
૩૦ મે |
નેપાલ વિરુદ્ધ અમેરિકા |
રાત્રે ૯ |
૩૧ મે |
નામિબિયા વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની |
મધરાતે ૧૨.૩૦ |
૩૧ મે |
નેધરલૅન્ડ્સ વિરુદ્ધ કૅનેડા |
મધરાતે ૧.૩૦ |
૩૧ મે |
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા |
સવારે ૪.૩૦ |
૩૧ મે |
આયરલૅન્ડ વિરુદ્ધ શ્રીલંકા |
રાત્રે ૮ |
૩૧ મે |
સ્કૉટલૅન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન |
રાત્રે ૮ |
૧ જૂન |
ભારત વિરુદ્ધ બંગલાદેશ |
રાત્રે ૮ |

