એવું માનવામાં આવે છે કે ન્યુ યૉર્ક, ફ્લૉરિડા અને ડૅલસમાં મૅચના આયોજન પર ICCને ૨૦ મિલ્યન ડૉલરથી વધુનું નુકસાન થયું છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ દ્વારા સહઆયોજિત T20 વર્લ્ડ કપના આયોજનની સમીક્ષા કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉજર ટુ અને અન્ય બે ICC ડિરેક્ટર લૉસન નાયડુ અને ઇમરાન ખ્વાજાને સમિતિમાં સ્થાન મળ્યું છે.
એવું માનવામાં આવે છે કે ન્યુ યૉર્ક, ફ્લૉરિડા અને ડૅલસમાં મૅચના આયોજન પર ICCને ૨૦ મિલ્યન ડૉલરથી વધુનું નુકસાન થયું છે. એવું જાણવા મળ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાયેલી મૅચો માટે ફાળવવામાં આવેલું બજેટ આશરે ૧૫૦ મિલ્યન ડૉલર હતું અને બજેટમાં નોંધપાત્ર વધારો થયો હતો.

