સાઉથ આફ્રિકાના આ સ્કોર પરથી ૨૦૦૬ની સાલમાં જોહનિસબર્ગમાં આ જ બે દેશ વચ્ચેની વન-ડેમાં બનેલા વિક્રમી સ્કોર્સની યાદ આવી ગઈ હતી.
હિન્રિચ ક્લાસેન
સેન્ચુરિયનમાં ગઈ કાલે હિન્રિચ ક્લાસેને (૧૭૪ રન, ૮૩ બૉલ, ૧૩ સિક્સર, ૧૩ ફોર) જબરદસ્ત ફટકાબાજીથી સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા સામેની ચોથી વન-ડેમાં ૪૧૬/૫નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. ક્લાસેન ૫૦મી ઓવરના છેલ્લા બૉલે આઉટ થયો હતો. તેની અને ડેવિડ મિલર (૮૨ અણનમ, ૪૫ બૉલ, પાંચ સિક્સર, છ ફોર) વચ્ચે પાંચ વિકેટ માટે ૨૨૨ રનની વિક્રમી ભાગીદારી થઈ હતી. સાઉથ આફ્રિકાએ ૪૧૬માંથી પહેલા ૧૨૦ રન ૨૫.૧ ઓવરમાં બનાવ્યા હતા અને પછીની ૨૪.૫ ઓવરમાં ૨૯૬ રન બનાવ્યા હતા. ક્લાસેનનો અદ્ભુત ૨૦૯.૬૩નો અને મિલરનો ૧૮૨.૨૨નો સ્ટ્રાઇક-રેટ હતો.
સાઉથ આફ્રિકાના આ સ્કોર પરથી ૨૦૦૬ની સાલમાં જોહનિસબર્ગમાં આ જ બે દેશ વચ્ચેની વન-ડેમાં બનેલા વિક્રમી સ્કોર્સની યાદ આવી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પૉન્ટિંગના ૧૬૪ રનની મદદથી ૪૩૪/૪નો સ્કોર નોંધાવ્યો ત્યારે કોઈએ પણ નહીં ધાર્યું હોય કે સાઉથ આફ્રિકા જીતી જશે. ગિબ્સ (૧૭૫ રન, ૧૧૧ બૉલ, સાત સિક્સર, ૨૧ ફોર)ની ફટકાબાજી તેમ જ ગ્રેમ સ્મિથના ૯૦ તથા બાઉચરના અણનમ ૫૦ રનની મદદથી આફ્રિકાએ ૪૯.૫ ઓવરમાં ૯ વિકેટે ૪૩૮ રન બનાવીને અભૂતપૂર્વ જીત મેળવી હતી.