Heinrich Klaasen Retirement: દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એક પ્રેસ રિલીઝ જારી કરીને આ બાબતે જાણકારી અપાઈ હતી
હેનરિક ક્લાસની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- અત્યારસુધી 32 વર્ષીય હેનરિક ક્લાસને દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે
- વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું
- ક્રિકેટર ODI અને T20 રમવાનું ચાલુ જ રાખશે
દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસને ટેસ્ટ ક્રિકેટને અલવિદા (Heinrich Klaasen Retirement) કહી દીધું છે. હા, આ સમાચાર સામે આવી રહ્યા છે કે તેણે આજે તાત્કાલિક અસરથી રેડ બોલ ક્રિકેટ છોડી દીધી છે. એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ લીધો છે.
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ બાબતે (Heinrich Klaasen Retirement) જાણકારી આપી હતી. અત્યારસુધી 32 વર્ષીય હેનરિક ક્લાસને દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે. આ સાથે જ ભારત સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, તે ODI અને T20 સિરીઝ રમ્યો હતો.
ADVERTISEMENT
આ ક્રિકેટરે ક્યારે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું?
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ ધરાવતા ક્લાસેનને વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, ક્લાસેનને સફેદ બોલના ક્રિકેટમાં માસ્ટર માનવામાં આવે છે. વર્ષ 2023માં ક્લાસને ODIમાં 172ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
ક્રિકેટ સાઉથ આફ્રિકાની એક પ્રેસ રિલીઝમાં હેનરિક ક્લાસને પોતાના આ નિર્ણયને માટે કહ્યું હતું કે, "લાંબા સમયના વિચાર બાદ હવે હું આ નિર્ણય લઈ (Heinrich Klaasen Retirement) રહ્યો છું. મેં રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હા, આ એક મુશ્કેલ નિર્ણય છે જે મેં લીધો છે, કારણ કે આ ક્રિકેટનું મારું અત્યાર સુધીનું મનપસંદ ફોર્મેટ છે. મેં મેદાન પર અને મેદાનની બહાર જે લડાઈઓનો સામનો કર્યો તે મને આજે ક્રિકેટર બનાવ્યો છે. આ એક શાનદાર સફર છે અને મને ખુશી છે કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું."
આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, `મારી બેગી ટેસ્ટ કેપ મને આપવામાં આવેલી મારી રેડ-બોલ કારકિર્દીમાં ભૂમિકા ભજવનાર સૌથી મૂલ્યવાન કેપ છે. અને આજે હું જેવો પણ ક્રિકેટર બની શક્યો છું તેવો આકાર આપનાર દરેકનો આભાર. પરંતુ એક નવો પડકાર રાહ જોઈ રહ્યો છે.”
ક્રિકેટર ODI અને T20 રમવાનું ચાલુ જ રાખશે
તમને જણાવી દઈએ કે ક્રિકેટર હેનરિક ક્લાસેન વનડે અને ટી20 ક્રિકેટ તો રમવાનું ચાલુ જ રાખશે. તેના નામે 4 ટેસ્ટની 8 ઇનિંગ્સમાં 104 રન છે. તેણે 10 કેચ લીધા છે અને બે બેટ્સમેનોને સ્ટમ્પ પણ કર્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 85 મેચમાં 46ની એવરેજથી 5327 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 સદી અને 24 અડધી સદી ફટકારી હતી.
દક્ષિણ આફ્રિકામાં એક પછી એક ખેલાડીઓ સતત નિવૃત્તિ (Heinrich Klaasen Retirement) લઈ રહ્યા છે. ડીન એલ્ગરે ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃત્તિ લીધી હતી. આ પહેલા ક્વિન્ટન ડી કોકે પણ વર્લ્ડ કપ બાદ ODI ક્રિકેટ છોડી દીધી હતી.


