રેકૉર્ડ યુસુફે ૨૦૧૦માં રાજસ્થાન તરફથી મુંબઈ સામે ૩૭ બૉલમાં સેન્ચુરી ફટકારીને કર્યો હતો. ક્લાસેને રવિવારે IPLની ત્રીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી મામલે યુસુફ પઠાણના ૩૭ બૉલના રેકૉર્ડની બરાબરી કરી હતી.
રવિવારની સાંજની મૅચ પછી પ્લેયર ઑફ ધ મૅચ સહિતના અવૉર્ડ સાથે હેન્રિક ક્લાસેન.
સનરાઇઝર્સ હૈદરાબાદના ૩૩ વર્ષના વિકેટકીપર-બૅટર હેન્રિક ક્લાસેને રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૩૯ બૉલમાં ૧૦૫ રનની ધમાકેદાર નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકારનાર સાઉથ આફ્રિકાના આ બૅટરે ૨૬૯.૨૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. આ સાથે તે IPLમાં હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટથી ૧૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર વિદેશી પ્લેયર બની ગયો છે.
ક્લાસેને આ મામલે તેના જ દેશના ડેવિડ મિલરનો ૧૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ડેવિડ મિલરે ૨૦૧૩માં પંજાબ તરફથી બૅન્ગલોર સામે ૨૬૫.૭૮ના સ્ટ્રાઇક-રેટથી ૧૦૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ઓવરઑલ લિસ્ટમાં ક્લાસેન ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુસુફ પઠાણના ૨૭૦.૨૭ સ્ટ્રાઇક-રેટના રેકૉર્ડ બાદ બીજા ક્રમે છે. આ રેકૉર્ડ યુસુફે ૨૦૧૦માં રાજસ્થાન તરફથી મુંબઈ સામે ૩૭ બૉલમાં સેન્ચુરી ફટકારીને કર્યો હતો. ક્લાસેને રવિવારે IPLની ત્રીજી ફાસ્ટેસ્ટ સેન્ચુરી મામલે યુસુફ પઠાણના ૩૭ બૉલના રેકૉર્ડની બરાબરી કરી હતી.
ADVERTISEMENT
૨૩ કરોડના ક્લાસેને હૈદરાબાદ માટે કરી ક્લાસિક બૅટિંગ
મેગા ઑક્શન પહેલાં ૨૩ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરીને હૈદરાબાદે હેન્રિક ક્લાસેનને સૌથી મોંઘો રીટેન પ્લેયર બનાવી દીધો હતો. તેણે વર્તમાન સીઝનમાં હૈદરાબાદ માટે ૧૩ ઇનિંગ્સમાં ૧૭૨.૬૯ના સ્ટ્રાઇક-રેટથી હાઇએસ્ટ ૪૮૭ રન ફટકારીને પોતાની ખરી કિંમત સાબિત કરી બતાવી હતી. તેણે આ સીઝનમાં એક સેન્ચુરી અને એક ફિફ્ટી ફટકારી છે.


