૫૬ રનથી જીત મેળવીને ભારતીય ટીમે બંગલાદેશ સામે ૪-૦થી લીડ મેળવી
હરમનપ્રીત કૌર
ગઈ કાલે બંગલાદેશની મહિલા ટીમ સામેની T20 સિરીઝની ચોથી મૅચમાં ડકવર્થ-લુઇસ મૅથડ હેઠળ ૫૬ રનથી જીત મેળવીને ભારતીય ટીમે પાંચ મૅચની આ સિરીઝમાં ૪-૦થી અજેય લીડ મેળવી હતી. વરસાદના વિઘ્નને કારણે મૅચ ૧૪ ઓવરની કરાઈ હતી. ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૨૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે બંગલાદેશની ટીમ ૭ વિકેટ ગુમાવીને ૬૮ રન બનાવી શકી હતી. પાંચ ચોગ્ગાની મદદથી ૩૯ રન ફટકારનાર ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ૩૫ વર્ષની હરમનપ્રીત કૌરની આ ૩૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી. તે આ સિદ્ધિ મેળવનાર દુનિયાની પાંચમી અને ભારતની બીજી મહિલા ક્રિકેટર બની છે. સૌથી વધુ ૩૩૩ મૅચ સાથે મિતાલી રાજ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. હરમનપ્રીત કૌર ૧૫ વર્ષની કરીઅરમાં પાંચ ટેસ્ટ, ૧૩૦ વન-ડે અને ૧૬૫ T20 મૅચ રમી છે.
7
આટલા પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ સાથે સૌથી વધારે T20 ઇન્ટરનૅશનલ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર ભારતીય કૅપ્ટન બની હરમનપ્રીત કૌર, રોહિત શર્મા ૬ અવૉર્ડ સાથે બીજા ક્રમે
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ મૅચ રમનાર મહિલા ક્રિકેટર્સ |
|
મિતાલી રાજ |
૩૩૩ |
સુઝી બેટ્સ |
૩૧૭ |
એલિસ પેરી |
૩૧૪ |
શાર્લોટ એડવર્ડ્સ |
૩૦૯ |
હરમનપ્રીત કૌર |
૩૦૦ |
હરમનપ્રીત કૌરની ૩૦૦ ઇન્ટરનૅશનલ મૅચ |
|
ટેસ્ટ |
૦૫ |
વન-ડે |
૧૩૦ |
T20 |
૧૬૫ |