હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમાલાના વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરી. તેના નવા લુક અને મુંડનને લઈને ચાહકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા
હાર્દિક પંડ્યાએ ગઈ કાલે વહેલી સવારે આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલાના વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. ૩૨ વર્ષનો હાર્દિક અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા મંદિરની મુલાકાત સમયે પરંપરાગત સફેદ પોશાકમાં જોવા મળ્યાં હતાં. હાર્દિક પંડ્યાના નવા લુકથી ચાહકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. ભક્તો ઘણી વાર શ્રદ્ધા અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે પરંપરાગત મુંડનવિધિ કરીને આ મંદિરમાં પોતાના વાળ ચડાવે છે. જોકે આ અનુભવી ઑલરાઉન્ડરે પોતાનું માથું મુંડાવવાનું કારણ જાહેર કર્યું નથી આ મંદિરની મુલાકાત હાર્દિક પંડ્યાની કરીઅરના એક મહત્ત્વપૂર્ણ તબક્કે આવી છે, કારણ કે તે ઇન્જરીઓ પછી કમબૅક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પીઠ અને જાંઘની ઇન્જરીઓને કારણે હાર્દિક ઇંગ્લૅન્ડ ટૂરમાંથી બહાર થઈ ગયો હતો.
