ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફિટનેસની સમસ્યાને કારણે ઘણી ઇન્ટરનૅશનલ મૅચો અને આઇપીએલના મુકાબલા ગુમાવવા પડ્યા છે
હાર્દિક પંડ્યા
વડોદરામાં રહેતા ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ફિટનેસની સમસ્યાને કારણે ઘણી ઇન્ટરનૅશનલ મૅચો અને આઇપીએલના મુકાબલા ગુમાવવા પડ્યા છે અને હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે તેને આ પ્રૉબ્લેમને લીધે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવે છે અને હદ તો એ થઈ છે કે સોશ્યલ મીડિયા પર તેની નિવૃત્તિની અટકળો થવા માંડી છે. મુંબઈ ઇન્ડિયન્સે તેને આગામી આઇપીએલ માટે રિટેન નથી કર્યો અને સૂર્યકુમાર યાદવને કર્યો છે.
બે દિવસ પહેલાં શરૂ થયેલી અટકળને લગતી એક પોસ્ટમાં જણાવાયું હતું કે સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી પણ અવગણવામાં આવેલો હાર્દિક નિવૃત્તિની નજીક આવી ગયો છે. બીજી એક પોસ્ટમાં કહેવાયું હતું કે તે ફૉર્મ અને ફિટનેસ ન હોવાથી હમણાં માત્ર ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેશે જેથી મર્યાદિત ઓવરની કારકિર્દી લંબાવી શકે.


