કલકત્તાના આક્રમક બૅટરે ૧૧ મૅચમાં ૧૫૧.૧૨ના સ્ટ્રાઇક-રેટથી કુલ ૩૩૭ રન ખડકી દીધા છે
રિન્કુ સિંહ
કલકત્તા નાઇટ રાઇડર્સનો મિડલ ઑર્ડરનો આક્રમક બૅટર રિન્કુ સિંહ ગયા વર્ષે સાધારણ રમ્યો હતો, પણ આ વખતે ગુજરાત ટાઇટન્સના યશ દયાલના ૨૦મી ઓવરના છેલ્લા પાંચેપાંચ બૉલમાં સિક્સર ફટકારીને તે છવાઈ ગયો છે. તેણે મૅચને જે રોમાંચક અંત અપાવ્યો એવો આઇપીએલના ઇતિહાસમાં બીજો નથી જોવા મળ્યો, એટલું જ નહીં, રિન્કુ એ પછી પણ કેટલીક એક્સાઇટિંગ ઇનિંગ્સ રમ્યો છે જેને ધ્યાનમાં રાખીને બે ભૂતપૂર્વ ક્રિકેટર્સ હરભજન સિંહ અને મોહમ્મદ કૈફ તેના પર આફરીન છે.
કલકત્તાને રિન્કુ સિંહ માત્ર પંચાવન લાખ રૂપિયામાં મળ્યો છે. તેણે આ સીઝનમાં ૧૧ મૅચમાં બે હાફ સેન્ચુરીની મદદથી કુલ ૩૩૭ રન બનાવ્યા છે. ૧૫૧.૧૨ તેનો સ્ટ્રાઇક-રેટ છે અને ૫૬.૧૭ તેની બૅટિંગ-ઍવરેજ છે. અણનમ ૫૮ રન તેનો આ સીઝનમાં હાઇએસ્ટ સ્કોર છે. કલકત્તાની ગઈ કાલે ઈડનમાં રાજસ્થાન સામે જે મૅચ રમાઈ હતી એ પહેલાં કલકત્તાની ૧૧ મૅચમાં રિન્કુનું મોટું યોગદાન છે. સોમવારે રિન્કુએ મૅચના છેલ્લા બૉલમાં વિનિંગ ફોર ફટકારી ત્યારે બોલર અર્શદીપ સિંહ ઑલમોસ્ટ રડી પડ્યો હતો.
ADVERTISEMENT
ભજ્જીએ ગઈ કાલે સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઇવને મુલાકાતમાં કહ્યું કે ‘રિન્કુના માથા પર થોડા સમયમાં ઇન્ડિયા કૅપ જોવા મળશે. તે અત્યારે જે સ્તરે પહોંચ્યો છે ત્યાં સુધી પહોંચવા તેણે ભરપૂર આત્મવિશ્વાસ સાથે અથાક મહેનત કરી છે. તેની ક્રિકેટ-સફર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ અને જીવન માટેનો બોધ કહી શકાય. તમામ યુવાનોએ રિન્કુ પથી ઘણું શીખવું જોઈએ.’
આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? | ||||||
નંબર | ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
૧ | ગુજરાત | ૧૧ | ૮ | ૩ | ૧૬ | +૦.૯૫૧ |
૨ | ચેન્નઈ | ૧૨ | ૭ | ૪ | ૧૫ | +૦.૪૯૩ |
૩ | મુંબઈ | ૧૧ | ૬ | ૫ | ૧૨ | -૦.૨૫૫ |
૪ | લખનઉ | ૧૧ | ૫ | ૫ | ૧૧ | +૦.૨૯૪ |
૫ | રાજસ્થાન | ૧૧ | ૫ | ૬ | ૧૦ | +૦.૩૮૮ |
૬ | કલકત્તા | ૧૧ | ૫ | ૬ | ૧૦ | -૦.૦૭૯ |
૭ | બેંગ્લોર | ૧૧ | ૫ | ૬ | ૧૦ | -૦.૩૪૫ |
૮ | પંજાબ | ૧૧ | ૫ | ૬ | ૧૦ | -૦.૪૪૧ |
૯ | હૈદરાબાદ | ૧૦ | ૪ | ૬ | ૮ | -૦.૪૭૨ |
૧૦ | દિલ્હી | ૧૧ | ૪ | ૭ | ૮ | -૦.૬૦૫ |
નોંધ ઃ તમામ આંકડા ગઈ કાલની કલકત્તા-રાજસ્થાન મૅચ પહેલાંના છે. |

