Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતના ગિલની ચોથી હાફ સેન્ચુરી

ગુજરાતના ગિલની ચોથી હાફ સેન્ચુરી

11 May, 2022 12:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સની ટીમ બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૪૪ રન બનાવી શકી હતી.

પુણેમાં ગઈ કાલે ગુજરાત અને લખનઉ વચ્ચેની મૅચ દરમ્યાન આ લિટલ વન્ડરે આ બૅનરથી અનેકને આકર્ષ્યા હતા. આ બચ્ચાનું કહેવું છે કે જો ખેલાડીઓ મેદાન પર ડેબ્યુ કરી શકે તો હું પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં કેમ ન કરી શકું!  બીસીસીઆઇ/આઇપીએલ

પુણેમાં ગઈ કાલે ગુજરાત અને લખનઉ વચ્ચેની મૅચ દરમ્યાન આ લિટલ વન્ડરે આ બૅનરથી અનેકને આકર્ષ્યા હતા. આ બચ્ચાનું કહેવું છે કે જો ખેલાડીઓ મેદાન પર ડેબ્યુ કરી શકે તો હું પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં કેમ ન કરી શકું! બીસીસીઆઇ/આઇપીએલ


પુણેમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સની ટીમ બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૪૪ રન બનાવી શકી હતી. જોકે એના ઓપનર શુભમન ગિલે (અણનમ ૬૩, ૪૯ બૉલ, સાત ફોર) બૅટિંગ લાઇન-અપમાં આકર્ષણનું કેન્દ્ર હતો. તેની આ સીઝનમાં ચોથી હાફ સેન્ચુરી હતી.
ગિલે આ પહેલાં દિલ્હી સામે ૮૪, પંજાબ સામે ૯૬ અને મુંબઈ સામે બાવન રન બનાવ્યા હતા. ગઈ કાલે ગિલના અણનમ ૬૩ પછી ટીમમાં ડેવિડ મિલરના ૨૬ રન સેકન્ડ-હાઇએસ્ટ હતા. કૅપ્ટન હાર્દિક પંડ્યા માત્ર ૧૧ રન બનાવી શક્યો હતો. લખનઉ વતી અવેશ ખાને બે તેમ જ મોહસિન ખાન અને જેસન હોલ્ડરે એક-એક વિકેટ લીધી હતી. ચમીરા અને કૃણાલ પંડ્યાને વિકેટ નહોતી મળી.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK