Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગ્રેગ ચૅપલે ચાહરને હાઇટને લીધે કર્યો હતો રિજેક્ટ, બીજો વ્યવસાય પસંદ કરવાની આપી હતી સલાહ

ગ્રેગ ચૅપલે ચાહરને હાઇટને લીધે કર્યો હતો રિજેક્ટ, બીજો વ્યવસાય પસંદ કરવાની આપી હતી સલાહ

23 July, 2021 01:51 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ બોલર વ્યંકટેશ પ્રસાદે યાદ કરાવી સમગ્ર ઘટના

ગ્રેગ ચૅપલ

ગ્રેગ ચૅપલ


દીપક ચાહરને લઈને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વ્યંકટેશ પ્રસાદે ખુલાસો કર્યો છે. પ્રસાદે કહ્યું કે ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચૅપલે એક વખત ચાહરને રિજેક્ટ કર્યો હતો. ગ્રેગ ચૅપલે રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીના પોતાના કાર્યકાળ દરમ્યાન તેને કહ્યું હતું કે તું ક્રિકેટ છોડીને બીજું કોઈ કામ શોધી લે. પ્રસાદ એ વખતના સમયની વાત કરી રહ્યો હતો જ્યારે ચૅપલ ભારતીય ક્રિકેટ ટીમના કોચપદેથી રાજીનામું આપ્યા બાદ આઇપીએલના ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદીએ તેમને રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીના ડિરેક્ટર બનાવ્યા હતા. પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું હતું કે દીપક ચાહરની ઊંચાઈને કારણે ગ્રેગ ચૅપલે તેને રાજસ્થાન ક્રિકેટ ઍકૅડેમીમાં રિજેક્ટ કર્યો હતો અને બીજું કોઈ કામ શોધી લેવા જણાવ્યું હતું. તેણે પોતાના દમ પર શ્રીલંકા સામેની મૅચ જિતાડી હતી. વળી તે બૅટ્સમૅન પણ નહોતો.’ પ્રસાદે કહ્યું હતું કે જાત પર ભરોસો રાખો અને વિદેશી કોચની વાતને બહુ ગંભીરતાથી ન લો.  


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2021 01:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK