આ વર્ષે પણ પાંચ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ૮ શાળાઓ વચ્ચે નૉકઆઉટ ધોરણે ૩૫ ઓવર્સની લેધર બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન પાછળની જૉલી જિમખાનાની ટીમ
ચૅરમૅન રજનીકાન્ત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી અને પરેશ શાહના માર્ગદર્શન; ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યોના સહકારથી તથા ક્રિકેટ ઇન્ચાર્જ નિશીથ ગોળવાળા અને ક્રિકેટ સબ-કમિટીના સભ્યોની અથાગ મહેનતથી ઘાટકોપર જૉલી જિમખાના સ્કૂલ-લેવલથી જ યુવાન પ્લેયર્સોને આગળ લાવવાની કોશિશ કરે છે.
આ વર્ષે પણ પાંચ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ૮ શાળાઓ વચ્ચે નૉકઆઉટ ધોરણે ૩૫ ઓવર્સની લેધર બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સહભાગી શાળાઓ : અમુલખ અમીચંદ હાઈ સ્કૂલ, બી. કે. સ્વાધ્યાય ભવન, ચેમ્બુર કર્ણાટકા હાઈ સ્કૂલ, એમ. ડી. ભાટિયા હાઈ સ્કૂલ, સેન્ટ ગ્રેગોરિયસ હાઈ સ્કૂલ, સેન્ટ સેબૅસ્ટિયન હાઈ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલ અને પવાર પબ્લિક સ્કૂલ.
૫ જાન્યુઆરીએ સવારે ૯.૩૦ વાગ્યે જૉઇન્ટ સ્પોર્ટ્સ કોઑર્ડિનેટર ધર્મેશ મહેતા અને કારોબારી સભ્યો તથા ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાળા તથા ક્રિકેટ સબ-કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.
પ્રથમ મૅચ અમુલખ અમીચંદ હાઈ સ્કૂલ અને સેન્ટ સેબૅસ્ટિયન હાઈ સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં સેન્ટ સેબૅસ્ટિયન હાઈ સ્કૂલ ૭૧ રનથી વિજયી થઈ હતી.
સેન્ટ સેબૅસ્ટિયન હાઈ સ્કૂલે પ્રથમ બૅટિંગ કરીને ૨૦૨ રન કર્યા હતા જેમાં રિઝવાન ખાનનો ૪૩ રનનો ફાળો હતો, જયારે અમુલખ અમીચંદ વતી વિહાન મામણિયાએ ૫૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
જવાબમાં અમુલખ અમીચંદ હાઈ સ્કૂલ ફક્ત ૧૩૨ રન જ બનાવી શકી હતી જેમાં સેન્ટ સેબૅસ્ટિયન હાઈ સ્કૂલ વતી આર્યન યાવલેએ ૨૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૧૪ જાન્યુઆરીએ રમાશે.


