શ્રીલંકા ટૂરથી ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે
ગૌતમ ગંભીરનો ફેરવેલ
કૅપ્ટન તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને બે વાર અને મેન્ટર તરીકે આ વર્ષે ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર ફરી એક વાર આ ટીમને બાય-બાય કહેવા જઈ રહ્યો છે. શ્રીલંકા ટૂરથી ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. એ પહેલાં તેઓ કલકત્તાના ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર ગયા શુક્રવારે તેમણે અહીં ફેરવેલ વિડિયો શૂટ કર્યો હતો જે ટૂંક સમયમાં KKRના સોશ્યલ મીડિયા પર જોવા મળી શકે છે. KKRના એક અધિકારીએ ખુલાસો કર્યો કે જતાં પહેલાં ગંભીર KKRના ફૅન્સને પોતાનો સંદેશ આપવા માગતા હતા એથી તેમણે આ ફેરવેલ વિડિયો શૂટ કર્યો હતો.