Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ સૅમસનને ડ્રૉપ કરવો એ મારા કોચિંગ કાર્યકાળનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો: ગંભીર

સંજુ સૅમસનને ડ્રૉપ કરવો એ મારા કોચિંગ કાર્યકાળનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો: ગંભીર

Published : 19 September, 2026 06:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ભારતીય સિનિયર ટીમની જર્સીમાં ભારતની ધરતી પર પહેલી વખત રમવાની તક આ સિરીઝમાં મળી નહોતી. ગૌતમ ગંભીર કહે છે, ‘તેની પાસે ટૅલન્ટ છે, પરંતુ તેણે પોતાની તકની રાહ જોવી પડશે.

ગૌતમ ગંભીર અને સંજુ સૅમસન

ગૌતમ ગંભીર અને સંજુ સૅમસન


અફઘાનિસ્તાન સામેની ક્લીન સ્વીપ પછી ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ-કૉન્ફરન્સમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં. ગૌતમ ગંભીરે કહ્યું, ‘ડ્રેસિંગ રૂમમાં માત્ર એવી ચર્ચા થાય છે કે બૅટ અને બૉલથી આપણે કેવા પ્રકારની અસર ઊભી કરી શકીએ છીએ. છેલ્લાં બે વર્ષથી આ જ અમારી માનસિકતા અને વિચારધારા રહી છે. ઇંગ્લૅન્ડ ટૂર દરમ્યાન સંજુ સૅમસનને ડ્રૉપ કરવો એ મારા કોચિંગ કાર્યકાળનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે એ પહેલાં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું હતું, પરંતુ કેટલીક વાર તમારે ખેલાડીના વર્તમાન ફૉર્મને ધ્યાનમાં લેવું પડે છે.’

વૈભવ સૂર્યવંશીને ન રમાડવા વિશે શું કહ્યું?
૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ભારતીય સિનિયર ટીમની જર્સીમાં ભારતની ધરતી પર પહેલી વખત રમવાની તક આ સિરીઝમાં મળી નહોતી. ગૌતમ ગંભીર કહે છે, ‘તેની પાસે ટૅલન્ટ છે, પરંતુ તેણે પોતાની તકની રાહ જોવી પડશે. જે ખેલાડી છેલ્લાં બે-ત્રણ વર્ષથી સારું પ્રદર્શન કરી રહ્યો હોય તે સ્વાભાવિક રીતે જ ટીમમાં હમણાં જ આવેલા ખેલાડી કરતાં આગળ રહેશે. જ્યારે તેને રમવાની તક મળશે ત્યારે તેને લાંબા સમય સુધી રમવાની તક પણ મળશે. ભારતીય ક્રિકેટમાં આવું જ હોય ​​છે. આપણે ડ્રેસિંગ રૂમમાં સ્પર્ધા અને પ્રતિભા ઇચ્છીએ છીએ. ક્રિકેટમાં વસ્તુઓ આ રીતે જ ચાલતી હોય છે. ભલે તમારી ઉંમર ૧૫ વર્ષની, હોય કે ૩૦ વર્ષની તમારે તકની રાહ જોવી પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK