કોહલી બાબતે સ્ટીવ વોએ ઑસ્ટ્રેલિયા ટીમને આપી આ સલાહ...
ફાઈલ ફોટો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border-Gavaskar Trophy) શરૂઆત 17 ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં ડે-નાઈટ મેચથી થશે. ત્યારબાદ મેલબોર્ન (26 ડિસેમ્બરે), સિડનીમાં (7 જાન્યુઆરીથી) અને બ્રિસ્બેન (15 જાન્યુઆરીથી) મેચ રમાશે. આ પ્રવાસનો પ્રારંભ 27 નવેમ્બરથી ત્રણ વનડે શ્રેણીથી થશે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ (Steve Waugh) તેની ટીમને વિરાટ કોહલીની (Virat Kohli)ની સ્લેજિંગ ન કરવાની સલાહ આપી છે. કારણ કે આનાથી કોહલી અને તેની ટીમને સારૂ પ્રદર્શન કરવા માટેની પ્રેરણા મળશે.
ADVERTISEMENT
સ્ટીવ વોએ જણાવ્યુ કે વિરાટ કોહલી ખુબજ કસાયેલો ખેલાડી છે તેને આવી તકરાર કે બોલાચાલીથી કોઇ ફરક પડશે નહી. મહાન ખેલાડીઓ હોય તેને આવી નાની નાની વાતોથી કોઇ મુશ્કેલી આવતી નથી. આથી આવી બધી વાતોથી દૂર રહે તેમાં જ ભલાઇ છે. આનાથી તેને વધુ રન બનાવવાની વધારાની પ્રેરણા મળશે. તેથી તેના પર શબ્દોનું બાણ ન છોડવું વધુ સારું છે.
ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન ટિમ પેન અને તેની ટીમે આ પહેલા ભારત પ્રવાસ પર આવી ભૂલ કરી હતી. ટિમ પેને વિરાટ કોહલીને છંછેડ્યો અને પછી પ્રથમ ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી ઓસ્ટ્રેલિયાની ટીમને તેમનીજ જમીન પર હારનો સ્વાદ ચખાડ્યો હતો.
વોએ કહ્યું કે, ‘વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચનો ખેલાડી છે અને તે શ્રેણીનો શ્રેષ્ઠ બેટ્સમેન બનવા માંગે છે. સ્ટીવ સ્મિથ અને કોહલી આમને સામને હતા ત્યારે સ્મિથે ત્રણ સદી ફટકારીને અગ્રેસર રહ્યો હતો. આ વાત પણ કોહલીના મગજમા જ હશે આથી ભારત તરફથી વિરાટ વધુ પ્રયત્ન કરશે.


