બ્રાયન બૂથનું તાજેતરમાં ૮૯ વર્ષની ઉંમરે નિધન થયું

ક્રિકેટર બ્રાયન બૂથ
આઇપીએલની ઝાકઝમાળમાં ઑસ્ટ્રેલિયાના એક એવા ભૂતપૂર્વ કૅપ્ટનના અવસાનના સમાચાર ઢંકાઈ ગયા જેમના નામે ઘણી રસપ્રદ વાતો લખાયેલી છે. બ્રાયન બૂથનું તાજેતરમાં ૮૯ વર્ષની ઉંમરે નિધન થયું. તેમણે ૧૯૬૧-’૬૬ દરમ્યાન ૨૯ ટેસ્ટમાં પાંચ સેન્ચુરીની મદદથી ૧૭૭૩ રન બનાવ્યા હતા. જેન્ટલમૅન તરીકે જાણીતા બૂથે વેસ્ટ ઇન્ડીઝના ઝંઝાવાતી બોલર ચાર્લી ગ્રિફિથ અને વેસ હૉલ સામેની એક ઇનિંગ્સમાં બૉબ કાઉપર (૧૪૩ રન) સાથે મળીને ૨૨૦ રનની ભાગીદારી કરી હતી. તેમણે સિમ્પસનની ગેરહાજરીમાં સુકાન સંભાળ્યું હતું. નબળા પર્ફોર્મન્સને લીધે તેમ જ ઊભરતા ખેલાડી ડગ વૉલ્ટર્સના સ્થાને સિલેક્ટર સર ડોનાલ્ડ બ્રૅડમૅને બૂથને ટીમની બહાર કર્યા હતા. જોકે પછીથી બ્રૅડમૅને આ હકાલપટ્ટી બદલ પત્ર લખીને બૂથની માફી માગી હતી. યોગાનુયોગ બૂથ કૅપ્ટન તરીકે છેલ્લી ટેસ્ટ રમ્યા હતા.