કાંદિવલી-વેસ્ટમાં આવેલા પય્યાડે ગ્રાઉન્ડમાં તાજેતરમાં સંપન્ન થયેલી આ ટુર્નામેન્ટનાં બન્ને ગ્રુપમાં કુલ ૭-૭ ટીમ સામેલ હતી
ગ્રુપ A ચૅમ્પિયન : F1 ફેરોશ્યસ , ગ્રુપ B ચૅમ્પિયન : KSG ફાઇટર્સ
કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ (KSG) દ્વારા આયોજિત કપોળ સુપર લીગ T20 ટુર્નામેન્ટમાં ગ્રુપ Aમાં F1 ફેરોશ્યસ અને ગ્રુપ Bમાં KSG ફાઇટર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. કાંદિવલી-વેસ્ટમાં આવેલા પય્યાડે ગ્રાઉન્ડમાં તાજેતરમાં સંપન્ન થયેલી આ ટુર્નામેન્ટનાં બન્ને ગ્રુપમાં કુલ ૭-૭ ટીમ સામેલ હતી. ગ્રુપ Aની ફાઇનલમાં F1 ફેરોશ્યસનો DHC ટાઇગર્સ સામે ૭ વિકેટે અને ગ્રુપ Bની ફાઇનલમાં KSG ફાઇટર્સનો ધ એક્સપ્લોરિયા નોમૅડ્સ સામે ૪ વિકેટે વિજય થયો હતો. ગ્રુપ Aમાં ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ કરણ મહેતા (૩૯ બૉલમાં ૬૨ રન), બેસ્ટ બૅટર મૌલિક મહેતા તેમ જ બેસ્ટ બોલર અને મૅન ઑફ ધ સિરીઝ ઉમંગ શેઠ (૩૪૪ રન અને ૧૧ વિકેટ) જાહેર થયા હતા. ગ્રુપ Bમાં ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ હર્ષ પારેખ (૪૯ બૉલમાં અણનમ ૭૪ રન અને એક વિકેટ), બેસ્ટ બોલર પ્રતીક દોશી તેમ જ બેસ્ટ બૅટર અને મૅન ઑફ ધ સિરીઝ ધ્રુવ શેઠ (૨૪૦ રન અને ૯ વિકેટ) જાહેર થયા હતા.