Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફેરવેલ ટેસ્ટમાં દીકરીઓને જોઈને જેમ્સ ઍન્ડરસન રડી પડ્યો

ફેરવેલ ટેસ્ટમાં દીકરીઓને જોઈને જેમ્સ ઍન્ડરસન રડી પડ્યો

11 July, 2024 09:19 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ શરૂ થાય એ પહેલાં તેની બન્ને દીકરીઓએ કંઈક એવું કર્યું જેનાથી ઍન્ડરસન ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો.

જેમ્સ ઍન્ડરસન

જેમ્સ ઍન્ડરસન


ગઈ કાલે લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર યજમાન ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટની અંતિમ મૅચ રમી રહેલા ૪૧ વર્ષના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને આ મૅચની શરૂઆત પહેલાં કહ્યું હતું કે તે ફક્ત તેની બોલિંગ અને જીતવા પર ધ્યાન આપી રહ્યો છે જેથી તે રડે નહીં. જોકે મૅચ શરૂ થાય એ પહેલાં તેની બન્ને દીકરીઓએ કંઈક એવું કર્યું જેનાથી ઍન્ડરસન ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો.




લૉર્ડ્સમાં મૅચની શરૂઆતની પાંચ મિનિટ પહેલાં બેલ વગાડવાની પરંપરા છે. આ મૅચમાં ઍન્ડરસનની દીકરીઓને આ તક આપવામાં આવી હતી. તેની દીકરી લોલા અને રુબીને જોઈને ઍન્ડરસન ભાવુક થઈ ગયો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૨૧ના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. પોતાની પહેલી ટેસ્ટ રમતા ગસ ઍટકિન્સને સાત વિકેટ ઝડપી હતી અને ઍન્ડરસનને એક વિકેટ લેવામાં સફળતા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 09:19 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK