બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં રિંગ-ઇમોજી મૂકીને આ વાતની જાહેરાત કરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ક્રિકેટ-ટીમના કૅપ્ટન હૅરી બ્રૂકે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લુસી લાઇલ્સ સાથે સગાઈ કરી છે. બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં રિંગ-ઇમોજી મૂકીને આ વાતની જાહેરાત કરી હતી. લુસીએ યુનિવર્સિટી ઑફ મૅન્ચેસ્ટરમાંથી બિઝનેસ અને મૅનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. હૅરી અને લુસીએ ૨૦૨૦માં ડેટિંગ શરૂ કર્યું હતું. ૨૬ વર્ષના હૅરી બ્રૂકને ઍશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડના વાઇસ-કૅપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
