મે મહિનામાં આ ડૉગ ગંભીર રીતે ઇન્જર્ડ થયો હતો અને તેના નાક, મોં તથા શ્વાસનળીમાં પણ કીડાઓ ઘૂસી ગયા હતા. ઉદ્ગમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા એને નવું જીવન આપવામાં આવ્યું
રિયાન પરાગે એક ઇન્જર્ડ ડૉગને દત્તક લીધો
આસામમાં જન્મેલા ૨૩ વર્ષના ભારતીય ક્રિકેટર રિયાન પરાગે એક ઇન્જર્ડ ડૉગને દત્તક લીધો છે. મે મહિનામાં આ ડૉગ ગંભીર રીતે ઇન્જર્ડ થયો હતો અને તેના નાક, મોં તથા શ્વાસનળીમાં પણ કીડાઓ ઘૂસી ગયા હતા. ઉદ્ગમ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા એને નવું જીવન આપવામાં આવ્યું અને હવે એ ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે. એને ઘણી સર્જરી અને સંભાળની જરૂર હોવાથી સંપૂર્ણ ફિટ થતાં ૬ મહિનાનો સમય લાગશે. રિયાન પરાગે સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાદારી લઈને એને જનમ નામ આપ્યું છે.


