૨૩મા બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. આ પહેલાં તેણે ૨૦૧૯ની સાલમાં ૨૪ બૉલમાં અને ૨૦૧૮માં ૨૫ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી

સ્મૃતિ મંધાના
શનિવારે કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે ઇંગ્લૅન્ડને રસાકસીભરી સેમી ફાઇનલમાં ૪ રનથી હરાવ્યું એ મૅચમાં ઓપનર સ્મૃતિ મંધાના (૬૧ રન, ૩૨ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)એ ટી૨૦માં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો પોતાનો જ ભારતીય વિક્રમ તોડ્યો હતો. તેણે ૨૩મા બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. આ પહેલાં તેણે ૨૦૧૯ની સાલમાં ૨૪ બૉલમાં અને ૨૦૧૮માં ૨૫ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ભારતીયોમાં તેના પછીના ક્રમે શેફાલી વર્મા છે, જેણે ૨૦૧૯માં ૨૬ બૉલમાં અને ગયા વર્ષે ફરી ૨૬ બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ યજમાન ઇંગ્લૅન્ડની મહિલા ટીમને ૮ વિકેટે હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.