ચેન્નઈ પહેલી વાર સળંગ બે સીઝનમાં પ્લેઑફમાં ક્વૉલિફાય ન કરી શક્યું, ચેપૉકમાં એક સીઝનમાં સૌથી વધુ પાંચ મૅચ પણ હારી ગયું.
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ
IPL ઇતિહાસની પાંચ વખતની ચૅમ્પિયન અને મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2025ની પ્લેઑફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. ૧૦માંથી ૮ મૅચ હારીને ચેન્નઈ ચાર પૉઇન્ટ સાથે હાલમાં સૌથી તળિયાની ટીમ છે. આ સીઝનમાં એની સાથે એવી ઘટનાઓ બની છે જે IPLની ૧૮ સીઝનમાં ભાગ્યે જ બની છે. પહેલી વાર આ ટીમ સળંગ બે
સીઝનમાં પ્લેઑફમાં એન્ટ્રી કરવામાં નિષ્ફળ ગઈ છે.
ચેન્નઈ એક સીઝનમાં ચેપૉક સ્ટેડિયમમાં સૌથી વધુ અને સળંગ પાંચ મૅચ હાર્યું છે. સીઝનની વચ્ચે રેગ્યુલર કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને અયોગ્ય ટીમ-કૉમ્બિનેશનને કારણે ચેન્નઈ આ સીઝનમાં પાવરપ્લેમાં લોએસ્ટ રન-રેટ ધરાવતી, સૌથી ઓછાં સિક્સર ફટકારનારી અને આખી સીઝનમાં સૌથી ખરાબ ફીલ્ડિંગ ધરાવતી ટીમ પણ રહી છે.
દરેક સીઝનમાં ચેન્નઈનું પ્રદર્શન
ADVERTISEMENT
૨૦૦૮ - રનર-અપ
૨૦૦૯ - ત્રીજું
૨૦૧૦ - ચૅમ્પિયન
૨૦૧૧ - ચૅમ્પિયન
૨૦૧૨ - રનર-અપ
૨૦૧૩ - રનર-અપ
૨૦૧૪ - ત્રીજું
૨૦૧૫ - રનર-અપ
૨૦૧૬ - સસ્પેન્ડ
૨૦૧૭ - સસ્પેન્ડ
૨૦૧૮ - ચૅમ્પિયન
૨૦૧૯ - રનર-અપ
૨૦૨૦ - સાતમું
૨૦૨૧ - ચૅમ્પિયન
૨૦૨૨ - નવમું
૨૦૨૩ - ચૅમ્પિયન
૨૦૨૪ - પાંચમું
૨૦૨૫ - દસમું*


