° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

ખેડૂત આંદોલન પહોંચ્યું ટીમ ઇ​ન્ડિયાની મીટિંગમાં

05 February, 2021 11:22 AM IST | Chennai | Agency

ખેડૂત આંદોલન પહોંચ્યું ટીમ ઇ​ન્ડિયાની મીટિંગમાં

ટીમ ઇ​ન્ડિયા

ટીમ ઇ​ન્ડિયા

દેશમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન વિશ્વકક્ષાએ ગાજી રહ્યું છે ત્યારે હવે ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટીમ મીટિંગમાં પણ એના પર ચર્ચા કરવામાં આવી રહી છે. પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કોહલીએ કહ્યું કે ‘દેશના અન્ય કોઈ પણ મુદ્દાની જેમ અમે એ મુદ્દા પર પણ વાત કરી હતી અને દરેક પ્લેયરે એ મુદ્દા પર પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. ટીમ-મીટિંગમાં અમે આ મુદ્દે અને રમત માટેની અમારી યોજના પર ચર્ચા કરી હતી.’

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે અને થોડા દિવસ અગાઉ ઇન્ટરનૅશનલ પૉપસ્ટાર રિહાનાએ કરેલી ટિપ્પણી બાદ વિવાદ વધારે વકરતાં અનેક દિગ્ગજ ક્રિકેટરોએ આગળ આવી દેશમાં એકતા ફેલાવવાની લોકોને વિનંતી કરી છે.

૧૭૩૨.૯૨ કરોડની બ્રૅન્ડ-વૅલ્યુ, વિરાટ સતત ચોથા વર્ષે નંબર-વન

સેલિબ્રિટીઓની બ્રૅન્ડ-વૅલ્યુમાં મહારત રાખનારી કંપની ડફ ઍન્ડ ફેલ્પ્સે ગઈ કાલે ૨૦૨૦ના સૌથી અમીર ભારતીય સેલિબ્રિટીઝની યાદી બહાર પાડી હતી, જેમાં સતત ચોથા વર્ષે ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીએ ૨૩.૭૭ કરોડ અમેરિકન ડૉલર (અંદાજે ૧૭૩૨.૯૨ કરોડ રૂપિયા)ની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે શીર્ષ સ્થાન જોળવી રાખ્યું છે. આ યાદીમાં અક્ષયકુમાર ૧૩.૮ ટકાનો વધારો નોંધાવી ૧૧.૮૯ કરોડ અમેરિકન ડૉલર (અંદાજે ૮૬૬.૮૨ કરોડ રૂપિયા)ની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે બીજા ક્રમે અને રણવીર સિંહ ૧૦.૨૯ કરોડ અમેરિકન ડૉલર (અંદાજે ૭૫૦.૧૮ કરોડ રૂપિયા)ની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે ત્રીજા ક્રમે છે.

નોંધવા જેવું એ છે કે આ યાદીની ટૉપ-10 સેલિબ્રિટીઝમાં વિરાટ કોહલી એકમાત્ર નૉન-ફિલ્મી સેલિબ્રિટી છે. કોરોનાકાળમાં પણ કોહલીએ પોતાની બ્રૅન્ડ વૅલ્યુ જાળ‍વી રાખી હતી. કંપનીના મતે ટૉપ-20 સેલિબ્રિટીઝની બ્રૅન્ડ-વૅલ્યુમાં ૨૦૧૯ની સરખામણીએ અંદાજે પાંચ ટકા અથવા એક અબજ અમેરિકન ડૉલરનું નુકસાન થતું જોવા મળ્યું હતું. ૫.૧૧ કરોડ અમેરિકન ડૉલર (અંદાજે ૩૭૨.૫૪ કરોડ રૂપિયા)ની બ્રૅન્ડ-વૅલ્યુ સાથે શાહરુખ ખાન ચોથા સ્થાને છે, જ્યારે દીપિકા પાદુકોણ ૫.૦૪ કરોડ અમેરિકન ડૉલર (અંદાજે ૩૬૭.૪૩ કરોડ રૂપિયા) સાથે પાંચમા અને છઠ્ઠા સ્થાને આલિયા ભટ્ટ સ્થાન ધરાવે છે. ટૉપ-10 સેલિબ્રિટીઝમાં દીપિકા અને આલિયા બે મહિલાઓ છે.

05 February, 2021 11:22 AM IST | Chennai | Agency

અન્ય લેખો

ક્રિકેટ

ઑસ્ટ્રેલિયા અને બૅન્ગલોરની ટીમમાં મારી જવાબદારી એકસમાન છે : મૅક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં હૈદરાબાદ સામેની મૅચમાં આ સીઝનની પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.

16 April, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કૅપ્ટન કોહલીનો આભાર : શાહબાઝ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની મૅચમાં જ્યાં હૈદરાબાદ એક સમયે મૅચ કબજે કરી લેશે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યાં બૅન્ગલોરના સ્પિનર શાહબાઝ અહમદે કરેલી ઇનિંગ્સની ૧૭મી ઓવર મૅચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ

16 April, 2021 04:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બૅન્ગલોર સામેની હારથી વૉર્નર હતાશ

બૅન્ગલોર સામે ૬ રનથી મળેલી હાર હૈદરાબાદના કપ્તાન ડેવિડ વૉર્નરને હજમ નથી થઈ રહી. ૧૫૦ રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલા હૈદરાબાદને શાહબાઝની ૧૭મી ઓવર ભારે પડી હતી અને ટીમે એ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

16 April, 2021 04:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK