ભારતે બંગલાદેશ અને પાકિસ્તાન સામેની સરળ જીત સાથે સેમી-ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ ચાર માર્ચે દુબઈમાં પોતાની સેમી-ફાઇનલ રમશે.
પૅટ કમિન્સની પત્ની બેકીએ શૅર કર્યો પપ્પા અને દીકરીનો ક્યુટ ફોટો.
ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલા ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સનું માનવું છે કે હાઇબ્રિડ મૉડલ અનુસાર રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતને દુબઈના એક સ્થળે રમવાનો ફાયદો મળી રહ્યો છે. પૅટ કમિન્સ કહે છે કે ‘ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એ ખૂબ જ સારી વાત છે, પરંતુ સ્વાભાવિક રીતે એ તેમને (ભારતને) એક જ મેદાન પર રમવાનો મોટો ફાયદો આપે છે. તેમની ટીમ પહેલેથી જ ખૂબ જ મજબૂત છે અને તેમને એક જ સ્થળે બધી મૅચ રમવાનો સ્પષ્ટ ફાયદો પણ છે.’
ભારતે બંગલાદેશ અને પાકિસ્તાન સામેની સરળ જીત સાથે સેમી-ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ ચાર માર્ચે દુબઈમાં પોતાની સેમી-ફાઇનલ રમશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો પાકિસ્તાન પાસેથી ફાઇનલ મૅચની યજમાની પણ છીનવાઈ જશે. ભારતે સુરક્ષાની ચિંતાઓનું કારણ આપીને ટુર્નામેન્ટના યજમાન પાકિસ્તાનમાં ટૂર કરવાનો ઇનકાર કર્યો હતો જેથી ભારત એની તમામ મૅચ દુબઈમાં જ રમશે.


